સમગ્ર માહિતી મુજબ, મંગળવારના રોજ ભાવનગર શહેર મધ્યે આવેલા માધવ દર્શન કોમ્પલેક્ષની અગાસી પરથી શહેરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા દલપતભાઇ સામતભાઈ મારૂએ મોતની છલાંગ લગાવી હતી. જેમા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
ભાવનગરમાં વૃદ્ધે અગમ્ય કારણોસર લગાવી મોતની છલાંગ - Police
ભાવનગર: શહેરના મધ્યમાં વાઘાવાડી રોડ પરના માધવ દર્શન કોમ્પલેક્ષની અગાસી પરથી એક વૃદ્ધે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો તથા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે બનાવને અનુલક્ષીને લોકોના ટોળા એકઠા થયા હતા.
ભાવનગરમાં વૃદ્ધે અગમ્ય કારણોસર લગાવી મોતની છલાંગ
બીજી તરફ કોમ્પ્લેક્ષમાં ધડાકા સાથેનો અવાજ આવતા વેપારીઓ દુકાનદારો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તથા 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે વૃદ્ધની મોતની છલાંગ પાછળ હત્યા કે આત્મહત્યા? તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.