- ભાવનગરનું અમદાવાદ સાથેનું ટૂંકું જોડાણ હાલમાં રસ્તા મારફરતે
- ભાવનગર અમદાવાદ સાબરમતી ગેજ કન્ઝર્વેશન ટ્રાયલ યોજાઈ
- આશરે 200 કરોડથી વધુનો પ્રોજેકટ પૂર્ણ થયાના સિગ્નલ મળી
ભાવનગરઃ ભાવનગરનું અમદાવાદ સાથેનું ટૂંકું જોડાણ હાલમાં રસ્તા મારફરતે છે, ત્યારે રેલવે સાથેનું જોડાણ ગેઝ કન્ઝર્વેશન(Gauge Conservation)ના પગલે અટકેલું છે. જો કે લોકો માટે સારા સમાચાર છે કે, રેલવેએ બોટાદથી અમદાવાદ ગેજ કન્ઝર્વેશન થયા બાદ ટ્રાયલ લેવામાં આવી તે સફળ થઈ છે. રેલવે હાલમાં ગેજ કન્ઝર્વેશન પ્રક્રિયા પૂર્ણ કરતા રેલવેના CRS વિભાગે ટ્રાયલ લીધી છે. બે ભાગમાં લેવાયેલી આ ટ્રાયલ બાદ પ્રથમ માલગાડીને મંજૂરી મળી શકે છે. અને બાદમાં 2022 ના જાન્યુઆરી થી માર્ચ વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ થવાની શક્યતાઓ સેવાય રહી છે.
ભાવનગર રેલવે ડિવિઝને બોટાદ અમદાવાદ લાઇન પર ટ્રાયલ
ભાવનગરનું અમદાવાદના ટુંકા જોડાણનો વિલંબ રેલવેનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. બોટાદથી સાબરમતી મીટરગેજ લાઇન 2017માં બંધ કરીને બ્રોડગેજ લાઇન કન્ઝર્વેશન( Broadgauge line conservation)કામ શરૂ કરવામાં આવ્યું હતું. આશરે 200 કરોડથી વધુનો પ્રોજેકટ પૂર્ણ થયાના સિગ્નલ મળી ગયા છે. રેલવે વિભાગના CRS ( કમિશનર ઓફ રેલવે સેફટી) એ શનિવારે અને સોમવારે એમ બે ટ્રાયલ કર્યા છે. CRS વિભાગ દ્વારા બોટાદથી લઈને લોથલભુરખી સુધી ટ્રાયલ કરવામાં આવી હતી. CRS અને અન્ય એન્જીનયરોની ટીમ દ્વારા બાદમાં સોમવારે લોથલભુરખીથી સાબરમતી સુધી ટ્રાયલ કરવામાં આવી છે. આ બંને ટ્રાયલ સફળ ગઈ છે પરંતુ હજુ CRS દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી તેમ રેલવેના ડીસીએમ માશુક અહમદે જણાવ્યું હતું.