ભાવનગર: આજે બુધવારના રોજ 19 કેસો કોરોનાના નોંધાયા હતા. ભાવનાગરમાં છેલ્લા દસ દિવસમાં આંકડો 400ને પાર પહોંચ્યો છે. ત્યારે ભાવનગર કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો માસ્ક, સેનીટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા તેમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગરમાં 8 જુલાઈના રોજ 19 કેસો આવ્યા છે અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોક-2નો પ્રારંભ થયા બાદ કેસોની સંખ્યા વધી રહી છે, ભાવનગર શહેરમાં આંકડો 422 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં પાંચ ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે, પાંચથી લઈને દસ સુધી તો ક્યારેક દસને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચૂકેલો છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે.
ભાવનગરમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા, આકંડો 400ને પાર - ભાવનગરમાં કોરોનોના કેસ
રાજ્યમાં સતત્ત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં બુધવારો નવા 19 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
8 જુલાઈના દિવસે 19 કેસ રાત સુધીમાં નોંધાઇ ચૂક્યા હતા. શહેરમાં એક સાથે 12 અને જિલ્લામાં 9 કેસો સામે આવ્યા છે. તંત્ર દ્વારા માસ્ક પહેરવા બાબતે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે છતાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે.
ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ્ય કર્યા છે. ભાવનગરમાં બુધવાર સુધીમાં 184 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે. તો 13 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.
સર ટી હોસ્પિટલમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 224 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.