ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદી આગાહીને પગલે ભાવનગરમાં NDRF ટીમ તૈનાત - રેસ્કયુ ઓપરેશન

ભાવનગર: સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી તંત્ર દ્વારા આપવામાં આવી છે. ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલાથી જ NDRF ટીમ સ્ટેનડબાય રાખવામાં આવી છે.

વરસાદી આગાહીને પગલે ભાવનગરમાં NDRF ટીમ તૈનાત

By

Published : Aug 3, 2019, 1:56 PM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતમાં સર્વત્ર વરસાદનો માહોલ જામ્યો છે. ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ ડિઝાસ્ટાર મેનેજમેન્ટ વિભાગ સતર્ક થયું છે. ત્યારે ગાંધીનગરથી NDRFની 1 ટુકડીને ભાવનગર ખાતે સ્ટેન્ડબાય કરવામાં આવી છે. જે શુક્રવારના રોજ ભાવનગર ખાતે પહોંચી ગઇ હતી.

વરસાદી આગાહીને પગલે ભાવનગરમાં NDRF ટીમ તૈનાત

આગમચેતીના પગલે 30 જવાનની ટુકડી રેસ્કયુના સામાન સાથે ભાવનગરમાં સ્ટેન્ડબાય કરવામાં આવી છે. જેમાં 3 લાઇવ બોટ, લાઇવ જેકેટ અને અન્ય ઓજારો સાથે રાખવામાં આવ્યા છે. વરસાદને પગલે લોકોને સ્થળાંતરની જરુર પડે તો NDRFની ટીમ પુરગ્રસ્ત વિસ્તારોમાં જઇને રેસ્કયુ ઓપરેશન દ્વારા મદદ કરશે. હાલ NDRF ટીમને ભાવનગરના માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details