આ અંગે જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયપાલ સિંહ રાઠૌરએ જણાવ્યું હતું કે, પોલીસ અને પ્રજા વચ્ચેનો સબંધ વધું મજબૂત બને તેવાં હેતુ સહ આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
પોલીસ સુરક્ષા સેતુ દ્વારા નવરાત્રીનું કરાશે આયોજન
ભાવનગરઃ ગત વર્ષે ભાવનગરના આંગણે યોજાયેલ નવરાત્રી મહોત્સવ આ વર્ષ પણ ભાવનગર સુરક્ષા સેવા-સેતુ સોસાયટી તથા ભાવનગર પોલીસના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂમઝૂમ નવરાત્રી મહોત્સવ 2019નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો-પરિવારો વિના મૂલ્યે રાસ ગરબા રમી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી દરમિયાન વધું ને વધું લોકો ટ્રાફિક અવરનેસથી અવગત બને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે એ સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રખ્યાતનામ ફોક સિંગર વિક્રમ લાબડીયા અને તેની ટીમ નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવશે જેના સથવારે ખેલૈયાઓ ઝૂમશે વિક્રમ લાબડીયા પણ દરરોજ લોકોમાં ગરબા થકી જાગૃતિ આવે તેવો નવતર અભિગમ રજૂ કરશે. હવે નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓને આખરી ઔપ આપવામાં આવી રહ્યો છે.