ભાવનગર: શહેરના છેવાડે આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર અભયારણ્ય (National Park Antelope Sanctuary) આવેલું છે. આ અભિયારણ્યમાં ઠંડીમાં રમતા વરુઓનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. કાળિયારનું ઝુંડ ઠંડીની સીઝનમાં વિહરતું જોવા મળી રહ્યું છે ત્યારે જિલ્લાની રોનક વધારતા પશુઓનો કિલ્લોલના વીડિયો વનવિભાગ(Forest Department) દ્નારા જાહેર કરવામાં આવ્યું છે.
અધેલાઈ કાળિયાર ઉદ્યાનમાં વરુ અને કાળિયારની ઠંડીમાં કિલ્લોલ કરતો વીડિયો વાયરલ
ભાવનગર જિલ્લાના રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન (National Antelope Park) વિભાગ દ્વારા 15 તારીખના રોજ ટ્વીટર પર એક વરુનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં 'કાળિયાર' અભયારણ્યમાં ઠંડીની મોસમનો આનંદ લેતા નજરે પડે છે. જિલ્લાના ACF (Assistant Conservator of Forests ) મહેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કાળિયાર અભયારણ્યમાં આશરે 70 થી 80 વરુ આવેલા છે. તે દરમિયાન વરુનું એક ઝુંડ સવારમાં કિલ્લોલ કરતું હતું ત્યારે તેનો વિડીયો ઉતારી ટ્વીટ કરવામાં આવ્યું છે. હાલ જિલ્લામાં આશરે 100 ઉપર વરુ આવેલા છે પણ વધુ કાળિયાર અભિયારણ્યમાં આવેલા છે. ગુલાબી ઠંડીમાં પશુ પંખીની રમતો હમેશા કુદરતના ખોળે જોવા મળતી હોય છે તેની એક પળ વરુની સવારની મસ્તીના દ્રશ્યો આહલાદક હતાં.