કેનેડાના ટોરેન્ટોમાં સિદસરના યુવાનનું રહસ્મય મોત, મહિલાઓએ અંતિમયાત્રામાં આપી કાંધ ભાવનગર: ભાવનગરના મૂળ સીદસરના રહેવાસી અને હાલ ગાંધીનગર સ્થિત રમેશભાઈ ડાખરાના પુત્રનું કેનેડાના ટોરેન્ટોમાં રહસ્યમય મૃત્યુ બાદ ભાવનગર મૃતદેહ લાવવામાં આવ્યો હતો. ઘરેથી અંતિમયાત્રામાં મહિલાઓએ કાંધ આપી 23 વર્ષીય આયુષને વિદાય આપવામાં આવી હતી. પંચમહાભૂતમાં વિલીન થયા બાદ આયુષના મૃત્યુનું રહસ્ય હજુ પણ અકબંધ છે.
ગુમ થયાના એક દિવસ અગાઉ પરિવાર સાથે ફોન પર વાત કરી હિન્દૂ રીતરિવાજો પ્રમાણે તેની અંતિમ યાત્રા:ભાવનગર શહેરના સીદસર ખાતે રહેતા અને DYSP તરીકે પાલનપુરમાં ફરજ બજાવતા રમેશભાઈ ડાખરાનો પુત્ર છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો. ગુમ થયા બાદ હાલમાં તેનો મૃતદેહ કેનેડામાં મળ્યા બાદ એક સપ્તાહમાં ભાવનગર સીદસર ગામ લવાયો હતો. હિન્દૂ રીતરિવાજો પ્રમાણે તેની અંતિમ યાત્રા નીકળી હતી.
Dysp ના પુત્રનો મૃતદેહ કેનેડામાં મળ્યો:ભાવનગર શહેરના સીદસર ગામે રહેતા રમેશભાઈ ડાખરા Dysp તરીકે હાલમાં પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીના સિક્યુરિટીમાં પણ ફરજ બજાવી ચૂકેલા છે. રમેશભાઈ ડાખરાને બે પુત્ર છે. જેમાં એક નાનો પુત્ર હાલ ગાંધીનગર અભ્યાસ કરી રહ્યો છે. બીજો પુત્ર 23 વર્ષીય આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટોમાં છેલ્લા સાડા ચાર વર્ષથી કોમ્પ્યુટર એન્જીનીયરીંગના અભ્યાસ અર્થે ગયો હતો. 5 તારીખથી કેનેડાના ટોરેન્ટોમાં કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ હોવાનું તેના મિત્રોએ આયુષના પિતા ડીવાયએસપી રમેશભાઈ ડાખરાને જણાવ્યું હતું. જેને પગલે કેનેડામાં મિસિંગની ફરિયાદ નોંધવા રમેશભાઈએ તેના મિત્રોને કહ્યું હતું. હાલમાં કેનેડાની પોલીસે એક મૃતદેહ મળી આવતા તેના મિત્ર ઓળખ કરી બતાવી હતી. જે આયુષની હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ સામે આવ્યા બાદ ડાખરા પરિવાર શોક મગ્ન બની ગયો છે તેમ આયુષના કાકા નારણભાઈ ડાખરાએ જણાવ્યું હતું.
કેનેડા પોલીસ કરી રહી છે તપાસ:ભાવનગર શહેરના સિદસરમાં રહેતા રમેશભાઈ ડાખરાના બે પુત્ર પૈકીનો મોટો પુત્ર આયુષ ડાખરા પાંચમી તારીખના રોજ કેનેડામાં કોલેજ જવા નીકળ્યો હતો. દોઢ દિવસ સુધી ઘરે પરત નહી ફરતા તેના મિત્રોએ ભારતમાં તેના પિતા રમેશભાઈને જાણ કરી હતી. હાલમાં તેનો મૃતદેહ મળ્યો છે. સમગ્ર બનાવને લઈને કેનેડામાં આયુષના મિત્રો દ્વારા પરિવારને જણાવવામાં આવ્યું હતું કે કેનેડાની પોલીસ હાલ તપાસ કરી રહી છે. આયુષ ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો તેના સીસીટીવી ચેક પણ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે આગામી દિવસોમાં આયુષના મૃત્યુ પાછળનું કારણ શું છે તે સામે આવી શકે છે. કેનેડા એમ્બેસી અને ભારત સરકાર,રાજ્ય સરકાર અને મનસુખભાઈ માંડવીયા દરેકનો સહકાર હોવાથી હાલ આપણે એક સપ્તાહમાં મૃતદેહ લાવી શક્યા છીએ.
- Bhavnagar News : ડીવાયએસપી રમેશ ડાખરાના પુત્રનું કેનેડામાં શંકાસ્પદ મોત, મૃતદેહ ભારત લાવવા કાર્યવાહી
- Ahmedabad Crime: વહેલી સવારે ઘરની બહાર નીકળેલી સગીરા સાથે છેડતી, આરોપીએ પકડી કર્યું આવું કામ
પરિવાર શોક મગ્ન:આયુષ નાનપણથી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને મળતાવડા સ્વભાવ વાળો હતો. પોતાના પરિવાર સાથે અને માતા પિતા સાથે તે વીડિયો કોલથી વાતચીત પણ કરતો હતો. ગાંધીનગર જ ધોરણ 12 સુધી તેના અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને બાદમાં તે કેનેડા કોમ્પ્યુટર એન્જીનીયરીંગ અભ્યાસ અર્થે ગયો હતો. કેનેડામાં તે છેલ્લા સાડા ચાર વર્ષથી અભ્યાસ કરી રહ્યો હતો. સુખી સંપન્ન ઘરમાંથી હોવાથી તેને કેનેડામાં નોકરી કરવાની ફરજ પડી નહોતી. અચાનક પાંચમી તારીખના રોજ તે ગુમ થયા બાદ ત્રણ દિવસે મળેલા તેના મૃતદેહને લઈને પરિવાર શોક મગ્ન છે.