ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં જાહેરમાં ધોળા દિવસે હત્યા, પરિજનોએ મૃતદેહનો અસ્વીકાર કર્યો - ક્રાઇમ ન્યૂઝ ગુજરાત

ભાવનગરમાં કાયદા વ્યવસ્થાને નેવે મૂકી આધેડની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ગુનાખોરોએ જાહેરમાં ધોળા દિવસે તિક્ષ્ણ હથિયારના ઘા મારી આધેડની હત્યા કરી હતી. પોલીસે આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

bhavnagar
bhavnagar

By

Published : Mar 16, 2020, 1:23 AM IST

Updated : Mar 16, 2020, 1:37 AM IST

ભાવનગરઃ શહેરમાં કાયદા વ્યવસ્થાની એસીતેસી કરતા ગુનાહિત પ્રવૃતિઓ કરનારા બેફામ બની ગયા છે. અનિલભાઈ નામના આધેડની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી. સિંધી આધેડની હત્યાથી સિંધી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પોલીસે આરોપીને ઝડપવા કમરકસી હતી.

ભાવનગરમાં જાહેરમાં ધોળા દિવસે હત્યા

ભાવનગરમાં થોડા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિઓ વધી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં ઉપર્કોતમાં આધેડની તીક્ષ્ણ ઘા જીકીને હત્યા કરી દેવામાં આવી હતી. જાહેર રસ્તા પર આધેડની હત્યા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં ધોળા દિવસે હત્યા

અનિલ રાહેજા નામના 43 વર્ષીય યુવાનની હત્યા કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યા પાછળ જૂની અદાવત હોવાનું પ્રાથમિક તરણ બહાર આવ્યું છે. પોલીસે મૃતદેહ લેવા માટે પરિવારને જણાવતા પરિજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. જેને પગલે પોલીસે સમજાવટ શરૂ કરી હતી. હત્યાને પગલે સિંધી સમાજે સ્વયંભૂ દુકાનો બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે પરિવારની માંગ છે કે, પહેલા આરોપીને ઝડપી લેવામાં આવે. જો કે પોલીસ મામલો થાળે પાડવામાં લાગી ગઈ હતી.

Last Updated : Mar 16, 2020, 1:37 AM IST

ABOUT THE AUTHOR

...view details