- ખરેડ ગામે યૂવાનની હત્યા
- સામાન્ય બાબતમાં બોલાચાલી થતા યુવાનની કરાઈ હત્યા
- છરીથી હુમલો કરી યુવાનની હત્યા કરી
ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકાના ખરેડ ગામના ભાવેશ શીંગાડ તેમજ તેના મિત્રો મોટરસાયકલ લઇને જલનાથ મહાદેવ મંદિર થઈ ગઢડા તરફ જતા હતા, ત્યારે આરોપી કિશન, સંદીપ, અરવિંદ તેમજ વિજયે મોટરસાયકલ ચલાવવા બાબતે અપશબ્દો બોલી છરીના ઘા છાતીના ભાગે માર્યા હતા, તેમ મૃતકના ભાઇ નરેશ આતુભાઈ શીંગડે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું.
પોલીસે તપાસ હાથ ધરી
પોલીસે હાલ આ ઘટનાને લઈ તપાસ હાથ ધરીછે. જ્યારે સામાં પક્ષે પોપટભાઈ રાણાભાઈ ભાલિયાએ ફરિયાદ નોધવી છે કે, મારો દીકરો સુખભાઈની દુકાન પાસે બેઠો હતો, ત્યારે આરોપી ભાવેશ આતુ અને સાગર ધીરુ જીગો કાવડ અને રાજુ નામના આરોપીએ તું કેમ સામુ જોવે છે તેમ કહીને કિશનને પકડીને છરીના ઘા મારી ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
મૃતક કોલેજની પરીક્ષા આપવા આવ્યો હતો
મૃતક ભાવેશ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોય તેની પરીક્ષા આપવા અહીં આવ્યો હતો, આમ પરીક્ષા આપવા આવેલાને કાળ આંબી ગયો હતો, જ્યારે આરોપી કિશન અને ભાવેશ મિત્રો જ હતા પણ કોઈ કારણ સર દુશ્મનાવટ થઇ હતી.