ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર: સિહોરના ટાણા વરલ રોડ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા - Crime news

સિહોર તાલુકાના ટાણા અને વરલ રોડ વચ્ચે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરેલો મૃતદેહ મળી આવતા સમગ્ર સિહોર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે જઈ યુવકનો મૃતદેહ સિહોર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સિહોરના ટાણા વરલ રોડ પર હત્યાની ઘટના
સિહોરના ટાણા વરલ રોડ પર હત્યાની ઘટના

By

Published : Jan 18, 2021, 3:30 PM IST

  • ટાણા વરલ રોડ પર યુવાનની હત્યા
  • બેકડીના પાટિયા નજીક હત્યા
  • મુકેશ બાબર નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર મારી અજાણ્યા શખ્સોએ કરી હત્યા
    મુકેશ બાબર નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર મારી અજાણ્યા શખ્સોએ કરી હત્યા

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે રહેતા મુકેશભાઈ સવજીભાઈ બાબરની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રીના સમયે હત્યાનો બનાવ બન્યો છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મૃતદેહને ટાણા અને વરલ રોડ વચ્ચે ફેકી દઈ આરોપીઓ ફરાર થઇ ગયા હતાં. સવારે રસ્તા પર યુવકનો મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે પહોચી હતી.

હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ

યુવકના મૃતદેહને પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મરણ જનાર યુવક ટાણા ગામે પ્રાઈવેટ દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો તેમ જ રાત્રીના સમયે ઘરે જતાં સમયે બનાવ બન્યો હોવાની માહતી મળી રહી છે. પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details