ભાવનગરઃશહેરના પાનવાડી વિસ્તારના લીંમડી ચોક નજીક શનિવારે રાત્રિના સમયે પાલિતાણાથી ફઈના ઘરે લગ્નમાં આવેલો યુવાન ઉપર સ્થાનિક શખ્સોએ હુમલો કર્યો હતો. લગ્નમાં આવેલો યુવાન સાથે નજીવી બાબતે તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા (Murder Case In Bhavnagar) નિપજાવી હતી. આ ઘટનાની જાણ પોલિસને થતાં ગણતરીની કલાકોમાં હુમલાખોર ટોળકીને પકડી પાડી હતી.
શુ બન્યો હતો બનાવ મારામારી બાદ હત્યાનો
સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે કે, શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ લીંમડી ચોક નજીક મેલડીમાતાના મંદિર પાસે રહેતા એક પરિવારના આંગણે લગ્નોત્સવનો અવસર હતો. જેમાં રાત્રે ડીજે, રાસ-ગરબાનો કાર્યક્રમ પૂર્ણ કરી યુવાનો ઘર પાસે બેઠા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ ઘર પાસે બેઠાલા યુવાનો સાથે બોલાચાલી કરી હતી. બે અજાણ્યા શખ્સોએ યુવાનોને કહ્યું કે, "અહીં કેમ બેઠો છે?" તેમ કહીને એક લાફો મારી દીધો હતો. ત્યારબાદ ચાર શખ્સો તિક્ષ્ણ હથિયારો સાથે ફરી યુવાન પાસે પહોંચીને મારમારવા (Murder on Occasion Marriage in Bhavnagar) લાગ્યા હતા. યુવાન ગંભીર ઇજા થતા સારવારમાં લઈ જાય તે પહેલાં જ મૃત્યુ સ્થળ પર થઈ ગયું હતુ.