- ઉપાધ્યક્ષ બન્યા બાદ ભારતીબેન આવ્યા પ્રથમ વખત ભાવનગર
- સંગઠન દ્વારા કાર રેલી યોજી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી
- આ પ્રસંગે ભાજપના અન્ય નેતાઓની ગેરહાજરી
ભાવનગર: સાંસદ ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા પછી ભાવનગર પ્રથમ વખત પહોંચતા ભાજપ સંગઠન દ્વારા તેમના આવકાર અને સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ કાર્યાલયે નામ જાહેર થયા બાદ ડિસ્ટન્સ અને માસ્ક બાબતે નિયમના ધજાગરા ઉડાડયા પછી ફરી એક વખત સ્વાગત કાર્યક્રમમાં પણ નિયમ માટે વારંવાર સલાહો આપવામાં આવતી હતી.
ભાવનગરમાં સાંસદ ભારતીબેન શિયાળનું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ સ્વાગત કરાયું જ્યારે સાંસદ ભાવનગર આવતા બોટાદ, સિંહોર બાદ ભાવનગર નારી ચોકડીએ તેમના આગમન બાદ મેયર મનહર મોરી દ્વારા સ્વાગત કરીને કાર રેલી યોજવામાં આવી હતી. ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની પદની મળેલી ભેટને પગલે ભાજપમાં પણ ક્યાંક સવાલો લોકોમાં ચર્ચાયા હતા. કારણ કે, આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, વિભાવરીબેન દવે, કેન્દ્રીય કેબિનેટ પ્રધાનની આ કાર્યક્રમમાં ગેરહાજરીઓ જોવા મળી હતી, ત્યારે પક્ષ બધા માટે સમાન હોય છે અને અધ્યક્ષ કે ઉપાધ્યક્ષનું માન સર્વસ્વ માનવામાં આવતું હોવાથી અન્ય નેતાઓની ગેરહાજરી જરૂર લોકોમાં ખૂંચે અને સવાલ ઉભા કરે તે સ્વાભાવિક છે.