ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ગુજરાતનાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે ઘોઘા રો-રો ફેરી સર્વિસ ઘોઘા ખાતે ચાલુ કરવામાં આવેલા ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિર્સ દ્વારા સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને વેગ આપવા માટે દરિયાઈ માર્ગે પરિવહનની શરૂઆત કરવામાં આવી છે. હાલ ઘોઘાથી સુરત ખાતે દરિયાઈ મુસાફરી તેમજ ટ્રાન્સપોર્ટશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ પણ વધુ સરળતા તેમજ ઝડપી વ્યવહાર માટે ભાવનગર જિલ્લાનાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા 17મી લોકસભાનાં પ્રથમસત્રમાં આ સેવાને સુરતથી વધારી મુંબઈ સુધી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
રો-રો ફેરી સર્વિસને સુરતથી મુંબઈ લંબાવવા સાંસદ ભારતીબેન શિયાળની માંગ - Demand
ભાવનગરઃ લોકસભા વિસ્તારના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા પાર્લામેન્ટ હાઉસમાં સૌરાષ્ટ્રનાં વિકાસ અને વાહન વ્યવહારમાં આવતી મુશ્કેલીઓને દુર કરવા ઘોઘાથી સુરત અને મુંબઇ માટે રો-રો ફેરી શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી ઉદ્યોગપતિઓ, વેપારિઓ તેમજ અસંખ્ય લોકો પોતાના ધંધા રોજગાર અને આજીવિકા માટે દરરોજ મોટી સંખ્યામાં સુરત અને મુંબઇ તરફના માર્ગે પ્રાઇવેટ વાહનો, બસ અને ટ્રેનામાં મુસાફરી કરે છે. જેના કારણે ખૂબ સમય બગડે છે. ડો.શિયાળએ કહ્યું હતું કે, આમ જોવા જાવ તો દરિયો વચ્ચે હોવાના લીધે જ ભાવનગરથી સુરતનો રસ્તો ખૂબ લાંબો બને છે. આ પરિસ્થિતિમાં ઘોઘાથી સુરત અને મુંબઇ માટે જળમાર્ગ રો-રો-ફેરી શરૂ કરવી ખૂબ સારી નીવડે તેમછે. જેથી સમય બચે, અકસ્માતો પણ ઘટે, આ ઉપરાંત દરિયાઈ પરિવહનનાં કારણે સમય અને ઇંધણની પણ બચત થઇ શકે તેમ છે. આ સાથે દેશનાં વિકાસમાં પણ વધારો થઇ શકે તેમ છે. જેને લઈને રજૂઆત કરવામાં આવી છે.