- જિલ્લામાં પહેલા વરસાદે લીધો બાળકિનો જીવ
- માતા-પુત્રી નહેર પાર કરતા સમયે તણાયા
- માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી
ભાવનગર: જીલ્લામાં આજ (ગુરુવારે) બપોર બાદ વરસાદી માહોલ જામતા સર્વત જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે નદીના વેગ વધ્યા હતા. તેવા સમયે સિહોર તાલુકાના જુના સિહોર ગામ વિસ્તારમાં આવેલી કુંવરબાઇના નહેરામાંથી જુના સિહોર ગામે રહેતા માતા-પુત્રી વરસાદ દરમિયાન નહેરના પાણીમાંથી પસાર થઇ રહ્યા હતા તે સમયે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા પુત્રી ધર્મિષ્ઠા જોગરાણા તથા માતા રાધાબેન શામજીભાઇ જોગરાણા બન્ને ઘસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
આ પણ વાંચો : સુરત ફાયર વિભાગના જવાનનો પૂર્ણા નદીમાંથી મળી આવ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા
8 વર્ષીય પુત્રીનું મૃત્યું
ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં માતા-પુત્રી તણાયા : 8 વર્ષીય પુત્રીનું મૃત્યું સિહોર ગામ વિસ્તારમાં આવેલ કુંવરબાઇના નહેરામાં માતા - પુત્રી પાણીના પ્રવાહમાં તણાયાનું સામે આવતા ગામલોકો દ્વારા સિહોર ડિઝાસ્ટર ટીમને જાન કરાતા સિહોર ફાયર ટીમે ઘટના સ્થળે પહોચી માતા-પુત્રીને રેસક્યુ કરવામાં આવ્યા હતા. ઘસમસતા પાણીના પ્રવાહમાં માતા રાધાબેનનો બચાવ કરી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ 8 વર્ષીય પુત્રી ધર્મિષ્ઠાનું પાણીમાં ડૂબવાથી જતા મૃત્યું થયું હતુ. જેનો મૃતદેહ તણાઈ જતા દેદાજીના ફૂવા વિસ્તાર પાસેથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ફાયર લાશ્કરો દ્વારા મૃતદેહ ને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી ખસેડવામાં આવ્યો હતો. રાધાબહેનને ઈજા થતા તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ખેડાના અંતિસરમાં તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મૃત્યું