ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં કોરોના વધુ 2 કેેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 97 પર પહોંચ્યો

ભાવનગરમાં આજે મંગળવારે કોરોના વાઈરસના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કુલ આંક 97 પર પહોંચ્યો છે.

Etv Bharat
coronavirus news

By

Published : May 12, 2020, 4:03 PM IST

ભાવનગરઃ ભાવનગરમાં કોરોના વાઈરસના વધુ બે કેસ નોંધાયા છે. બંને દર્દી ક્વોરેન્ટાઇન હેઠળ હતાં, જેમનો કોરોના રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો છે. બન્ને દર્દી ક્લસ્ટર ઝોનના રહેવાસી છે. જ્યારે બીજી બાજુ વધુ 5 દર્દીઓ સ્વસ્થ થતા કેન્દ્રની ગાઈડલાઈન મુજબ હોસ્પિટલાંથી રજા આપવામાં આવી છે.

ભાવનગર શહેરમાં કોરોનાની સ્થિતિ જોઈએ તો આજે કોરોનાના વધુ બે કેસ સામે આવ્યા છે. ભાવનગરના ક્લસ્ટર ઝોનમાં ઇન્ડિયા હાઉસ પાસે અને સંજરી પાર્કમાં રહેતા 7 વર્ષીય બાળક અસાદ શૈખ અને 33 વર્ષના સકીલભાઈ યામિની બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્નેને અગાવ તંત્રના સમરસ હોસ્ટેલમાં ક્વોરનટાઈન કરવામાં આવ્યા હતા. જો કે, બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ તેમને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે.

જ્યારે બીજી બાજુ સર ટી હોસ્પિટલમાં સારવારમાં રહેલા દર્દીઓ પૈકી કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ આજે 5 લોકોને રજા આપવામાં આવી છે. આ પાંચ લોકો સ્વસ્થ થતા તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા છે, આ સાથે તેમને N95 માસ્ક અને સેનીટાઇઝર આપવામાં આવ્યા હતા. જિલ્લામાં આજે બે કેસ આવતા કુલ આંક 97 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાને માત આપનાર લોકોની સંખ્યા 49 પર પહોંચી છે. હાલ 41 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 7 લોકોના કોરોના વાઈરસને લીધે મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details