100થી વધુ કાચબાઓ મૃત હાલતમાં મળી આવ્યા ભાવનગર:ભાવનગરના વેટલેન્ડ વિસ્તાર કુંભારવાડા નજીક આવેલો છે. જેના પગલે પક્ષીઓ અને કાચબાઓ ગંદકી વાળા પાણીમાં જોવા મળે છે. કુંભારવાડામાં ખાતરવાડીમાં વરસાદના ભરાઈ રહેતા અને ગટરના ભળી ગયેલા કેઝમેન્ટમાં અસંખ્ય કાચબાઓના મોત થયા છે. બનાવ પગલે અનેક અટકળો વચ્ચે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પોહચી હતી. પ્રાથમિક તપાસ કરી છે. જાણો પ્રાથમિક કારણ શું?
રાત્રે જીવિત કાચબાઓ સવારમાં મૃત હાલતે પાણીમાં તરત જોવા મળ્યા વનવિભાગ દ્વારા તપાસ:ભાવનગરના કુંભારવાડામાં આવેલા ખાતરવાડીમાં બે મકાનની વચ્ચે કેઝમેન્ટ એરીયા આવેલો છે. જેમાં અંદાજે અસંખ્ય કાચબાઓ વસવાટ કરતા હતા પરંતુ ગત રાત્રી બાદ સવારમાં જ કાચબાઓ મૃત હાલતમાં પાણીમાં તરતા જોવા મળ્યા. જેને પગલે આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકો કાચબાને રોટલી નાખે છે. કાલે પણ રોટલી નાખવામાં આવી હતી અને આ ઘટના બનવા પામી હતી. હાલ વન વિભાગની ટીમ તપાસ કરી રહી છે.
વનવિભાગે ઘટનાને પગલે તપાસ આદરી 100 વધુ કાચબાઓનું મૃત્યુ: જે કેઝમેન્ટમાં કાચબાઓ મૃત્યુ પામ્યા હતા ત્યાં આસપાસ તપાસ હાથ ધરી હતી. આ પાણી ગટર લાઈનમાંથી આવતું હોય તેવું પ્રાથમિક સામે આવ્યું હતું. જ્યાંથી ગટરમાંથી પાણી બહાર ખુલ્લામાં આવે છે તે સ્થળ ઉપર કાચબાઓ જીવિત જોવા મળ્યા હતા પરંતુ આગળ જઈને જે કેઝમેન્ટમાં પાણી આવે તે કેઝમેન્ટમાં જ માત્ર કાચબાઓ મૃત હાલતમાં હતા. આમ પ્રાથમિક દ્રષ્ટિએ કેઝમેન્ટના વિસ્તારમાં કોઈએ અખાદ્ય ચીજ ભૂલમાં અથવા તો કાવતરા રૂપે નાખી હોવાનું પ્રાથમિક અનુમાન વનવિભાગે લગાવ્યું હતું. જો કે 100 વધુ કાચબાઓના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે તેમ RFO દિવ્યરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું.
'ખાતરવાડીના કેઝમેન્ટમાં જે કાચબાઓના મૃત્યુ થયા છે તેને લઈને વન વિભાગની ડોક્ટરની ટીમ દ્વારા પગમાં સ્પેશિયલ શૂઝ પહેરીને અને હાથમાં ગ્લોઝ પહેરી કેઝમેન્ટના પાણીમાંથી મૃતદેહને એકઠા કરવામાં આવ્યા હતા. સમગ્ર એકઠા કરાયેલા કાચબાઓના મૃતદેહને બાદમાં ડોક્ટરની ટીમ દ્વારા પીએમ કરવામાં આવશે અને વધુ તપાસ માટે જુનાગઢ ખાતે પણ મૃત્યુનું કારણ જાણવા માટે મોકલવામાં આવશે.'-દિવ્યરાજસિંહ સરવૈયા, RFO
- Global Tiger Day: ગ્લોબલ ટાઈગર ડે પર કોર્બેટ નેશનલ પાર્કમાં વાઘણનું મૃત્યુ થયું
- Kuno National Park : કુનો નેશનલ પાર્કમાં 'સૂરજ' આથમી ગયો, વધુ એક ચિત્તાનું મોત