ભાવનગરઃ કથાકાર મોરારીબાપુ સાથે દ્વારિકા ખાતે પબુભા માણેકે કરેલા ગેરવર્તનની ગુજરાતભરમાં નિંદા થઈ રહી છે. તો કેટલાંક જિલ્લામાં પબુભા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે ભાવનગરમાં પણ મહુવા શહેર સજ્જડ બંધ કરીને લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
મોરારીબાપુ વિવાદઃ બાપુના સમર્થનમાં મહુવા યાર્ડ સંપૂર્ણ બંધ કરાયું મળતી માહિતી પ્રમાણે, ભગવાન શ્રી કૃષ્ણ અને યાદવ કુળ પર વ્યાસપીઠ પરથી કરેલી ટીકા બાબતે ફેલાયેલા રોષને પગલે માફી માંગવા પહોંચેલા કથાકાર મોરારીબાપુ સાથે દ્વારિકા ખાતે પબુભા માણેક દ્વારા કરવામાં આવેલા અણછાજતા વર્તનને પગલે આજે મહુવા શહેર સજ્જડ બંધ પાળી રોષ વ્યકત કરાયો છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, નાના મોટા વેપારીઓ,વિવિધ સંગઠનો, સમાજના આગેવાનો, હિન્દૂ તથા મુસ્લિમ ભાઈઓ, વિવિધ સંસ્થાઓ અને એકમો પણ જોડાયા છે. મહુવા માર્કેટિંગ યાર્ડ પણ આ બંધમાં જોડાયું છે.
મોરારીબાપુ વિવાદઃ બાપુના સમર્થનમાં મહુવા યાર્ડ સંપૂર્ણ બંધ કરાયું ઉલ્લેખની છે કે, મોરારીબાપુ પર 18 જૂનના રોજ પબુભા માણેકે દ્વારકાધીશ મંદિરમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ હુમલાને સાંસદ પૂનમ માડમ અને અન્ય હાજર લોકોએ વચ્ચે પડી નાકામ કર્યો હતો. આ ઘટના બાદ ગુજરાતમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો. જેથી આ સમગ્ર મામલાને શાંત પાડવા માટે મોરારીબાપુ ગુરૂવારના રોજ સાંજે દ્વારકા ગયા હતા. જ્યાં તેમણે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરી માફી માંગી હતી.
આ મામલે સાધુ સમાજ દ્વારા મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કરનારા પબુભા માણેક સામે પોલીસ કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે. જો વહેલી તકે આ મુદ્દે કોઈ કાર્યવાહી નહીં થયા તો તેમને આંદોલન કરવાની કરવાની ચિમકી ઉચ્ચારી હતી.