ગુજરાત

gujarat

ETV Bharat / state

Morari Bapu Tribute: CDS બિપીન રાવતને બાપુની શ્રદ્ધાંજલિ

કન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS Bipin Rawat) જનરલ બિપિન રાવતનું નિધન અને સમગ્ર દેશમાં શોક છવાયો છે. ત્યારે CDS બિપીન રાવત અને એમના ધર્મપત્ની અન્ય 12 વ્યક્તિઓ એક હેલિકોપ્ટરના હાદસાનો(Coonoor helicopter Crash) લઈને કથાકાર મોરારી બાપુએ(Morari Bapu Tribute to CDS Bipin Rawat) પણ શોક વ્યક્ત કર્યો છે.

Morari Bapu Tribute: CDS બિપીન રાવતને બાપુની શ્રદ્ધાંજલિ
Morari Bapu Tribute: CDS બિપીન રાવતને બાપુની શ્રદ્ધાંજલિ

By

Published : Dec 9, 2021, 9:54 AM IST

CDS બિપીન રાવતની ઘટનાને લઈને મોરારીબાપુ સંવેદના કરી

હેલિકોપ્ટર અકસ્માતમાં થયું નિધન

સાથે અન્ય લોકોનું પણ થયું નિધન

ભાવનગરઃ CDS બિપીન રાવત(CDS Bipin Rawat) અને એમના ધર્મપત્ની અને અન્ય 12 વ્યક્તિઓ એક હેલિકોપ્ટરના હાદસાને(Coonoor helicopter Crash) કારણે નિર્વાણપદ પામ્યા તેની પીડા સમગ્ર દેશને છે. સોશીયલ મીડીયામાં પણ જનરલ બિપીન રાવત અને અન્ય 12 વ્યક્તિઓની ઘટનાને લઈને લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે તલગાજરડાથી મોરારી બાપુએ પણ આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે.

મોરારી બાપુએ શોક વ્યક્ત કર્યો

મોરારી બાપુએ(Morari Bapu Tribute) કહ્યું કે, મને પણ એક સાધુ તરીકે આ ઘટનાની ખૂબ જ પીડા થઈ છે. દેશની સુરક્ષા માટે અને અસ્મિતા માટે આ મહાન સૈનિકે શું નથી કર્યું ? અત્યારે આપણો દેશ ઘણી બાજુએથી ઘેરાયેલો છે એવા સમયે આ પરમ યોધ્ધાની દેશને બહુ જ જરૂરત હતી. એમની અસમયની વિદાયને લીધે આપણું આખું રાષ્ટ્ર દુઃખી છે. એક સાધુ તરીકે હૃદયની બહુ જ પીડા સાથે એમને મારી શ્રધ્ધાંજલી(Morari Bapu Tribute to CDS Bipin Rawat) પાઠવું છું. એમના પરિવાર પ્રત્યે મારી દિલસોજી વ્યક્ત કરું છું. એમની સાથે નિર્વાણ પામેલા સૌનાં પરિવારજનો પ્રત્યે પણ મારી દિલસોજી વ્યક્ત કરું છું.

આ પણ વાંચોઃ Bipin Rawat Cremation: આજે સાંજે બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે, શુક્રવારે અંતિમ સંસ્કાર

આ પણ વાંચોઃ Bipin Rawat Chopper Crash: રક્ષા પ્રધાન રાજનાથ સિંહ આજે સંસદમાં આપશે નિવેદન

ABOUT THE AUTHOR

...view details