- રામકથાકાર મોરારી બાપુએ કોરોનાની રસી મૂકાવી
- મોરારી બાપુએ સાવરકુંડલામાં રસી લીધી
- રાષ્ટ્રના કામમાં સહયોગ આપવાની કરી અપીલ
ભાવનગર : રામકથાકાર મોરારી બાપુએ આજે મંગળારે સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાતે કોરોનાની રસી લીધી હતી. આ પ્રસંગે મોરારી બાપુએ કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાં જાહેર જનતાને સામેલ થવા અપીલ કરી હતી. કોરોના વેક્સિન વિશે લોકોમાં ગેરસમજ ન ફેલાય અને વધુમાં વધુ લોકો કોરોના વેક્સિન લઇને રાષ્ટ્રીય કામમાં સહયોગ આપે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો -CM વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ લીધી કોરોના વેક્સિન