ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના 29 કર્મચારીઓને આજે છૂટા કરી દેવામાં આવ્યાં છે.
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રો-રો ફેરી સર્વિસમાં 29 કર્મચારીને છૂટા કરાયા - Ro-Ro ferry service employees
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના 29 કર્મચારીઓને આજે છૂટા કરી દેવામાં આવ્યાં છે.
લોકડાઉન જેવી વિકટ સ્થિતિ અને ઉપરથી રો-રો ફેરી શીપ હાલ બંધ છે. જ્યારે ગઇ 21 માર્ચથી આ શીપ અપૂરતા ડ્રેજીંગના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું. જીએમબી દ્વારા દહેજ તરફના દરિયામાં પુરતું ડ્રેજીંગ ન કરવામાં આવતું હોય જેથી શિપને જરૂરી ઊંડાઈ ન મળતા આ શીપ દરિયાના પાણીમાં સહજ રીતે ચાલી શકે તેમ ન હતી. જેના કારણે તેને બંધ કરવામાં આવી હતી, પરંતુ લોકડાઉનની સ્થિતિમાં પણ માર્ચ અને એપ્રિલ માસનો સંપૂર્ણ પગાર કંપની દ્વારા કર્મચારીઓને આપવામાં આવ્યો હતો.
જ્યારે હવે કંપની દ્વારા આ માસથી તમામ કર્મચારીઓને અડધા પગાર આપવાનું નક્કી કર્યું છે. જ્યારે 33 કર્મચારીઓ પૈકી 29 કર્મચારીઓને અડધો પગાર આપી હાલ મુક્ત કરી દેવામાં આવ્યાં છે. જ્યારે 4 કર્મચારીઓ સાથે હાલ કામ ચલાવવામાં આવશે. જ્યારે આ તમામ છૂટા કરાયેલા લોકો અન્યત્ર કામ પર જઈ યોગ્ય વળતર પ્રાપ્ત કરી શકે તે માટે છૂટા કરવામાં આવ્યાં છે. સાથે સાથે કંપની દ્વારા એવું વચન પણ આપવામાં આવ્યું છે કે જ્યારે ફેરી સર્વિસ શરુ કરવામાં આવશે ત્યારે ફરી આ તમામ લોકોને નોકરી પર પરત લેવામાં આવશે. તેમ કંપનીના સીઈઓ ડી.કે.મનરાલે ટેલીફોનીક વાતમાં જણાવ્યું હતું.