ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન-4ઃ કોરોનાના 112 કેસ વચ્ચે ભાવનગર શહેરમાં બજારો ખુલ્લી - loakdown effect in bhavnagar

ભાવનગર શહેરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે,ત્યારે લોકડાઉન 4 અંતર્ગત છૂટછાટ આપવામાં આવેલી છે,પરંતુ લોકોમાં હજુ પણ ભય છે. હવે આ છૂટછાટના થોડા દિવસો બાદ સ્થિતિ શું હશે તેનો વિચાર લોકો કરી રહ્યા છે.

લોકડાઉન 4ઃ કોરોનાના 112 કેસ વચ્ચે ભાવનગર શહેરમાં બજારો ખુલ્લી
લોકડાઉન 4ઃ કોરોનાના 112 કેસ વચ્ચે ભાવનગર શહેરમાં બજારો ખુલ્લી

By

Published : May 20, 2020, 4:15 PM IST

ભાવનગરઃ લોકડાઉન 4માં કોરોનાના ડર વચ્ચે બજારો ખુલ્લી જોવા મળી હતી. શહેરમાં કોરોનાના કેસ 112 નોંધાયા છે. ભાવનગરમાં સરકાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન સિવાય શરૂ કરાયેલી બજારને કારણે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે. શહેરમાં 112 કેસ પૈકી 84 કેસ સ્વસ્થ થયા છે અને હાલ પોઝિટિવ 19 કેસ છે.

લોકડાઉન 4ઃ કોરોનાના 112 કેસ વચ્ચે ભાવનગર શહેરમાં બજારો ખુલ્લી
દુકાનોને છૂટ આપ્યા બાદ લોકો બહાર નીકળી રહ્યા છે. પણ સાવચેતી ખૂબ જરૂરી હોવાથી માસ્ક અને સેનીટાઇઝર લોકો અને દુકાનદારો રાખી રહ્યા છે. બસ સેવાનો પણ જિલ્લામાં પ્રારંભ થયો છે. તેથી પરિવહન પણ હળવું બન્યું છે. પણ લોકોમાં ડર છે કે, લોકોની અવરજવર વધવાથી કેસો વધી શકે છે. જો કે, મનપા દ્વારા શહેરમાં કન્ટેનમેન્ટ 21 ઝોન સીલ કરીને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details