- કુરાનના અપમાન સામે રોષ
- મહુવા મુસ્લિમ સમાજ થયો નારાજ
- અપરાધીઓ સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
ભાવનગર: જિલ્લાના મહુવામાં ઇસ્લામ ધર્મના ધર્મગ્રંથ કુરાન વિશે અપશબ્દ બોલનારા અને ઇસ્લામ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા શબ્દો બોલનારા વિરુદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહુવા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને નામાંકિત વકીલ દ્વારા જાણિતા મીડિયા ગૃપના અધ્યક્ષ તેમજ ખાનગી ચેનલના રિપોર્ટર તથા કેમેરા મેન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કરવા બદલ ગુનો નોંધાયો
આરોપી દ્વારા સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરાઇ
કુરાન મુસ્લિમ સમુદાયનો પવિત્ર ગ્રંથ છે અને તે ગ્રંથનો આદર મુસ્લિમ સમાજ કરે છે. ત્યારે આરોપીઓમાંથી એક આરોપી દ્વારા સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી હતી. જેના આધારે ખાનગી ચેનલના રિપોર્ટર દ્વારા ચેનલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જેનાથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ હતી.
મહુવામાં કરવામાં આવ્યો વિરોધ
આ ઘટનાનો સમગ્ર ભારતમાં વિરોધ કરવામાં આવ્યો. તેના ભાગ રૂપે મહુવામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બેઠક બોલાવવામાં આવી. જેમાં ધર્મના નામે દુશ્મનાવટ અને ઝગડા પેદા કરનારાને ન છોડવા જોઈએ, તે અંગે સહમતી સધાઇ હતી અને આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં જઇને જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે
આ પણ વાંચો:સોમનાથમાં વિધર્મી યુવકનો વીડિયો વાયરલ થયા બાદ સોમનાથ ટ્રસ્ટે ફરિયાદ નોંધાવી