ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુવા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 44 હજાર ગુણી મગફળીની આવક

રાજ્યભરના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ચૂકી છે. તેવામાં ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા. મહુવા યાર્ડમાં અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક 44 હજાર ગુણી મગફળીની આવક થઈ હતી.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 44 હજાર ગુણ શિંગની આવક થઈ
મહુવા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 44 હજાર ગુણ શિંગની આવક થઈ

By

Published : Oct 28, 2020, 8:55 PM IST

  • મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક
  • માર્કેટિંગ યાર્ડમાં 44 હજાર ગુણી મગફળીની આવક થઈ
  • છેલ્લા 3 મહિનામાં 2.75 લાખ ગુણી શિંગની આવક થઈ

ભાવનગરઃ મહુવા યાર્ડના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક આવક થઈ છે. યાર્ડમાં 44 હજાર ગુણી મગફળીની આવક થઈ હતી, જે મહુવા માર્કેટિંગ યાર્ડની અત્યાર સુધીની સૌથી રેકોર્ડ બ્રેક આવક રહી છે. ગઈ કાલની પડતર 10 હજાર થતા કૂલ 54 હજાર ગુણ થઈ છે. 80 વીઘાં જમીનમાં પથરાયેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે એટલી આવક થઈ હતી કે એક ગુણી મૂકવાની જગ્યા પણ નહોતી રહી. આથી મહુવા યાર્ડે ખેડૂતોને સૂચના આપી હતી કે શિંગ યાર્ડમાં ખેડૂતોએ ઢાંકવાના તમામ સાધનો સાથે જ લઈ આવવા.

મગફળીના ભાવ રૂ. 950થી 1075 સુધી
તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અનાજ, કઠોળ અને અન્ય પાક નિષ્ફળ ગયા છે અને વધારે વરસાદથી શિંગની ગુણવત્તા પણ સારી ન હોવાથી શિંગના ભાવો પણ રૂ. 950થી 1075 સુધી આવતા હોય છે. સૌરાષ્ટ્રમાં દરેક યાર્ડમા શિંગ મોટા પ્રમાણમાં વેચવા આવે છે તેમજ હાલના ભાવથી હજી પણ ભાવ ઘટશે તેવું ખેડૂને લાગતા તેમજ તહેવારોમાં આર્થિક જરૂરિયાત હોવાથી શિંગની આવકો યાર્ડમા વધી રહી છે. મહુવા યાર્ડમાં છેલ્લા 3 મહિનામાં 2.75 લાખ ગુણી શિંગની આવક નોંધાઈ છે.

ABOUT THE AUTHOR

...view details