- કોરોના સંક્રમણ વધતા યાર્ડના ચેરમેન દ્વારા લેવાયો નિર્ણય
- મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળી સિવાય તમામ જણસીની હરારજી બંધ
- કોરોનાના વધતા સંક્રમણને લઈને યાર્ડના ચેરમેન દ્વારા લેવાયો નિર્ણય
ભાવનગર: જિલ્લામાં કોરોના કેસો વધતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરારજીનું કામકાજ અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર લાલ અને સફેદ ડુંગળીની હરારજી ઉભી ગાડી કે ટ્રેક્ટરમાં જ કરવામાં આવશે.
આ પણ વાંચો : ભાવનગરના મહુવા યાર્ડમાં હજારો ગુણી ડુંગળી પલળી ગઈ
વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
વધી રહેલા કોરોનાના કેસો અને સંક્રમણને ધ્યાને લઈને મહુવા યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળી સિવાય અન્ય કોઈ જણસી ન લાવવા યાર્ડના સેક્રેટરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કાંદા સિવાયની હરારજી બંધ કરવામાં આવી છે, જેમાં કાંદા સિવાય કોઈપણ જણસીને યાર્ડમાં પ્રવેશ કરવામાં નહિ આવે અને હરારજી પણ નહીં થાય આમ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી આ યાર્ડનું કામકાજ બંધ રહેશે.