ગુજરાત

gujarat

ETV Bharat / state

રજવાડાએ આપી બાપુ ગાડી અને સરકારે... - રેલવેની જમીન અને સ્ટેશનો ઇતિહાસની યાદ

ભાવનગરઃ શહેરના વિકાસ રજવાડુ કરી શક્યું તેવો આઝાદી બાદ નેતાઓ કે આવેલી સરકાર કરી શકી નથી તે વાસ્તવિક્તા છે. ભાવનગરમાં 1905 બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મહુવા રેલવે લાઇન નાખીને ટ્રેન શરૂ કરી હતી. ધીમીગતિએ ચાલતી નેરોગેજ લાઇન પરની ગાડીને લોકોએ હુલામણું નામ આપ્યું બાપુ ગાડી પણ આઝાદી પછીની સરકાર અપગ્રેડ કરી શકી નહીં અને ટ્રેન બંધ કરી હતી. આજે 40 વર્ષ થવા છતાં રેલવેની જમીન અને સ્ટેશનો ઇતિહાસની યાદ અપાવી રહ્યા છે, પણ નેતાઓને ટ્રેનની સેવા શરૂ કરવામાં કોઇ જ રસ નથી.

રજવાડાએ આપી બાપુ ગાડી અને સરકારે

By

Published : Nov 12, 2019, 7:23 PM IST

ભાવનગર જિલ્લાનો દરિયાઇ કાંઠો 152 કિલોમીટર આસપાસ સૌથી મોટો કિનારો છે. સુરાક્ષાના પગલે કોસ્ટલ સુરક્ષાની વાત કરવામાં આવે તો રેલવે ખૂબ જ જરૂરી બની જાય છે. સરકારે તુરંત અહીંયા સુરક્ષાને પગલે રેલવે નાખવી જોઇએ તેના બદલે અહીંયા જે રેલવે હતી તે પણ કાઢવામાં આવી. શહેરના રેલવે ટ્રેક પર જોગિંગના પાર્ક બની ગયા છે. ત્યારે વિકાસની વાતો વચ્ચે રેલવેની કામગીરી માત્ર કાગળ પર ચાલી રહી છે.

રજવાડાએ આપી બાપુ ગાડી અને સરકારે

ભાવનગરને વિકાસને પંથે લઇ જવાના ધોળા દિવસે સપના બતાવવામાં આવે છે પણ જયારે વાત વિકાસની આવીને ઉભી રહે છે એટલે અનેક પ્રશ્નો હોવાનું કહીને ચુંટાઈ આવેલા નેતાઓ હાથ ખંખેરી નાખે છે. ભાવનગરના હાલ ત્રણ ત્રણ ચુટાયેલા નેતાઓ મંત્રી છે પણ શહેરના વિકાસની વાત કરીને છુટ્ટી રહ્યા છે પણ વિકાસનું કામ જમીન પર આવે તેવું કોઈ કરી રહ્યા નથી.શહેરનો વિકાસ ભાંગતો જાય છે અને છે એ ગુમાવી રહ્યા છે ત્યારે હવે ભાવેણાવાસીઓ પણ માંગ કરી રહ્યા છે કે રજવાડાએ આપેલું હતું તે તો છીનવી લીધા બાદ પુનઃ આપો.

ABOUT THE AUTHOR

...view details