ગુજરાત

gujarat

ETV Bharat / state

લક્ઝરિયસ ક્રિપ્ટો ક્રૂઝ શિપ પેસિફિક ડોન અલંગમાં ભંગાણ અર્થે આવશે - અલંગ

વિશ્વનું પ્રથમ લક્ઝરિયસ ક્રિપ્ટો ક્રૂઝ શિપ પેસિફિક ડોન અલંગમાં ભંગાવા માટે આવી રહ્યું હોવાના અહેવાલો સાપડી રહ્યા છે. જીબ્રાલ્ટરથી પોતાની અંતિમ સફરે નિકળેલા સટોશી ક્રૂઝ જહાજમાં 2000 મુસાફરો મુસાફરી કરી શકે છે. તેમજ અધ્યતન સગવડતાઓ સાથે દરિયાઈ સેવા પૂરી કરી ભંગાણ અર્થે આવી રહ્યું છે.

xz
xz

By

Published : Jan 1, 2021, 9:23 AM IST

  • ક્રિપ્ટો ક્રૂઝ શિપ પેસિફિક ડોન અલંગમાં ભંગાણ અર્થે આવશે
  • ક્રૂઝ જહાજ માટે અંતિમ ખરીદનારની શોધ ચાલી રહી છે
  • આ જહાજ કર્ણિકાનું સિસ્ટર શિપ છે

અલંગઃ વિશ્વનું પ્રથમ લક્ઝરિયસ ક્રિપ્ટો ક્રૂઝ શિપ પેસિફિક ડોન અલંગમાં ભંગાવા માટે આવી રહ્યું હોવાના અહેવાલો સાપડી રહ્યા છે. જીબ્રાલ્ટરથી પોતાની અંતિમ સફરે નિકળેલા સટોશી ક્રૂઝ જહાજમાં 2000 મુસાફરો મુસાફરી કરી શકે છે. તેમજ અધ્યતન સગવડતાઓ સાથે દરિયાઈ સેવા પૂરી કરી ભંગાણ અર્થે આવી રહ્યું છે.

ક્રિપ્ટો ક્રૂઝ શિપ પેસિફિક ડોન અલંગમાં ભંગાણ અર્થે આવશે

ભાવનગર અલંગ ખાતે આગામી દિવસોમાં લક્ઝરિયસ ક્રિપ્ટો ક્રૂઝ શિપ પેસિફિક ડોન ભંગાણ અર્થે આવી રહ્યું હોવાના માહિતી સામે આવી છે. મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર ગણાતા ક્રૂઝ જહાજોની માઠી બેઠી હોય તે રીતે એક પછી એક શિપ ભંગાણાર્થે મોકલવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં કર્ણિકા અલંગમાં ભંગાવા માટે આવી ચૂક્યું છે, 15મી જાન્યુઆરીએ ગ્રાન્ડ સેલિબ્રેશન ક્રૂઝ શિપ આવી રહ્યું છે અને બાદમાં વિશ્વનું પ્રથમ ક્રિપ્ટો ક્રૂઝ શિપ અને કર્ણિકાનું સિસ્ટર શિપ પેસિફિક ડોન (સટોશી) અલંગમાં ભંગાવા માટે આવશે.

જીબ્રાલ્ટરથી પોતાની અંતિમ સફરે નિકળેલા સટોશી ક્રૂઝ જહાજમાં 2000 મુસાફરનો સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજમાં અનેક આધુનિક સાધનો તેમજ ઓરડાઓથી સજ્જ જહાજ માનવામાં આવી રહ્યું છે. આ જહાજની અંદર મુસાફરોને રહેવા તેમજ મુસાફરી દરમિયાન મોજશોખની તમામ વસ્તુઓ સાથે તૈયાર કરવામાં આવેલ છે.

ક્રૂઝ જહાજ માટે અંતિમ ખરીદનારની શોધ ચાલી રહી છે

મળતી માહિતી અનુસાર જહાજના મૂળ માલિકને આ જહાજને તરતા સિટીમાં તબદીલ કરવાની યોજના હતી. પરંતુ મુસાફરો માટેના વીમાના પ્રશ્નો સર્જાતાં આ જહાજ માટેની ભવિષ્યની યોજનાઓ પડતી મૂકવામાં આવી હતી અને આ જહાજ વેચી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડની અંતિમ સફરે નીકળેલા સટોશી ક્રૂઝ જહાજ માટે અંતિમ ખરીદનારની શોધ ચાલી રહી છે, પરંતુ એ જીબ્રાલ્ટરથી અલંગ આવવા નીકળી ચૂક્યું છે. આ જહાજ કર્ણિકાનું સિસ્ટર શિપ છે. ઉપરાંત 15મી જાન્યુઆરી 2021ના રોજ અલંગમાં ગ્રાન્ડ સેલિબ્રેશન નામનું ક્રૂઝ શિપ પણ ભંગાવા માટે આવી રહ્યું છે. જોકે હાલ આ જહાજ કોના દ્વારા ખરીદાયેલ અને કેટલામાં ખરીદાયેલ તે બાબતે અલંગ ઉદ્યોગપતિઓમાં ચર્ચાઓ ચાલી રહી છે

ABOUT THE AUTHOR

...view details