સળિયાની નીચે છુપાવેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થઈ રહ્યું હોવાની માહિતી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી ભાવનગર : ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી માત્રામાં દારુ પકડ્યો છે. સિહોર પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા જાળીયાના ડુંગરામાં ટ્રકમાં સળિયાની નીચે છુપાવેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થઈ રહ્યું હોવાની માહિતી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ભાવનગર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ વોચ ગોઠવી જાળીયાના ડુંગરામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક સાથે પાંચ શખ્સોને વિદેશી દારૂનો જથ્થો ટ્રક કાર મળી 31 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિદેશી દારૂ આઇસર ટ્રક કાર મોબાઈલ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 31,13,740 નો મુદ્દા માલ કબજે લીધો છે.
રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો આવ્યો :વિદેશી દારુનો જથ્થોરાજસ્થાનથી મંગાવ્યો હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે. પોલીસે કુલ મળી છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે.
આ પણ વાંચો વડોદરાના કનોડા-પોઈચા નજીકથી ટેમ્પોમાં છૂપાવેલો વિદેશી દારુ ઝડપાયો, 1ની ધરપકડ
એલસીબીને બાતમી મળી :આ સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી.જેમાં રાજપરાના ડુંગરામાં વિદેશી દારૂનું કટીંગ થવાનું છે તેવી બાતમી મળી હતી. ત્યારે પેટ્રોલિંગ સઘન બનાવી મળેલી ટીપના આધારે રાજપરા ખોડીયાર નજીક વોચ ગોઠવી ત્યારે રાજપરા ખોડિયારના પાર્કિંગમાં પડેલી અલ્ટો કારને કોર્ડન કરી લેવામાં આવી હતી. કારમાં સવાર યોગેશ બાલકૃષ્ણ મહેતા,સુધીરભાઇ અશોકભાઇ પંડયા,પવનકુમાર રામકુમાર યાદવ રાજેશકુમાર મોરારીલાલ યાદવ ચાર શખ્સોને કારની બહાર કાઢી સઘન પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
આગવી ઢબે પૂછપરછ કરતા કબૂલાત : દરમ્યાનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે કારમાંથી ઝડપાયેલા ચારે શખ્સોને અલગ અલગ કરી આગવી ઢબે પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે આઇસર ટ્રક નંબર એમ એચ 18 બી જી 7535 માં વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી જાળીયાના ડુંગરમાં ખાણ વિસ્તારમાં દારૂનું કટીંગ કરવાના હતાં. આ કબૂલાત કરતાની સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે આઇસર ટ્રક ચાલક મોબાઈલ નંબર ઝડપાયેલા શખ્સો પાસેથી મેળવી ટેકનીકલ ટીમની મદદ વડે મોબાઇલ લોકેશન લોકેટ કરી જાળીયાના ડુંગરમાં વોચ ગોઠવી દીધી હતી.
આ પણ વાંચો માળિયા નજીકથી 600 બોટલ વિદેશી દારુ ભરેલો ટ્રક જપ્ત કરાયો
જાળીયાના ડુંગર પહોંચી : પોલીસ એલસીબી અલગ અલગ ટીમો બનાવી ડુંગરા આસપાસ કરી જાળીયાના ડુંગર વચાળ પડેલ આઇશર ટ્રક નજીક પહોંચી ગયા હતી. ટ્રકની અંદર તલાશી લેતા લોખંડના સળિયા નીચે છુપાવેલા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ મળી વિદેશી દારૂની 313 પેટી કિંમત રૂપિયા 16,13,340નો મુદ્દામાલ કબજે લીધો હતો.
રાજસ્થાનના નાસીર નામના શખ્સની સંડોવણી : દરમિયાનમાં ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા રાજસ્થાન ખાતે રહેતો નાસીર નામના શખ્સ પાસેથી આ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાંચ શખ્સોને વિદેશી દારૂનો જથ્થો કાર આઇસર ટ્રક મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 31,13,740 ના મુદ્દા માલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.