ભાવનગરઃ જિલ્લામાં 5 દિવસથી આવતા વરસાદને કારણે યાર્ડમાં હજારથી વધુ ગુણી ડુંગળી પલળી ગઇ હતી. ડુંગળીનું દેશમાં બીજા નંબરનું પીઠું હોવા છતાં યાર્ડમાં આવતી ડુંગળી સુરક્ષિત નથી વરસાદમાં આશરે 5 હજાર ગુણી ભીંજાઈ ગઈ હોવાથી બગડી જવાની દહેશત જાગી છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે હજારો ગુણ ડુંગળી ભીંજાતા વ્યાપક નુકસાન
ભાવનગર જિલ્લામાં 5 દિવસથી આવતા વરસાદના પગલે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે હજારો ગુણી ડુંગળી બગડી ગઇ હતી.
ભાવનગર જિલ્લમાં ગુજરાતનું અને ભારતનું બીજા નંબરનું ડુંગળીનું પીઠું છે. છતાં ભાવનગર જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સુરક્ષાને પગલે કોઈ વ્યવસ્થા નથી. ડુંગળી લઈને આવતા ખેડૂતોને ડુંગળી જાહેરમાં ખુલ્લામાં રાખવી પડે છે. પછી વરસાદ હોઈ કે તડકો કે પછી ઠંડી ત્યારે ભાવનગરમા પડી રહેલા 5 દિવસના વરસાદના કારણે હજારો ગુણી ડુંગળી બગડી ગઇ હતી.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રહેલી 5 હજારથી વધુ ગુણી ડુંગળી વરસાદના કારણે પલળી ગઇ હતી. યાર્ડમાં ખુલ્લામાં રહેલી ડુંગળી ભીંજાઈ જતા બગડી જવાની દહેશત ઉભી થઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ડુંગળી વેપારીઓએ ખરીદી લીધી હતી અને વરસાદને કારણે પલળી ગઈ છે.
યાર્ડમાં વર્ષોથી ડુંગળી આવતી હોવા છતાં કોઈ શેડની વ્યસ્થા કરવામાં આવી નથી છેલ્લા 5 વર્ષથી આવતા કમોસમી વરસાદને કારણે ડુંગળી બગડવાના બનાવો દર વર્ષે બની રહ્યા છે, ત્યારે આ વર્ષે પણ ડુંગળી પલળી ગઈ છે અને નુકશાન થયું છે આવામાં તંત્ર જાગશે કે પછી જે સે તે હાલત રહેશે.