ભાવનગર: "સાની" શબ્દ પરથી ભાવેણાવાસીઓ સમજી જાય કે વાત કઈ ચીઝ પર થવાની છે, જ્યારે આજ "સાની "ને "કચોરીયું" કેહવાય તો સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા શહેરોના લોકો સમજી જાય છે. ભાવનગરની સાની જેનો પ્રારંભ ઠંડીની શરૂઆતમાં થઈ ગયો છે, પરંતુ સાનીના ફાયદા અને કોણ એનો સ્વાદ આ મોંઘવારીમાં પણ લેવાનું ચૂકતા નથી તેના પર ચર્ચા કરીએ. ચાલો જાણીએ તેનો ભાવ અને મહત્વતા.
શું છે સાનીના ફાયદા અને મહત્વ: "સાની" અને "કચોરીયું" જે સમજો તે પણ શિયાળાની ઠંડીમાં સાનીનો પ્રારંભ થઇ ગયો છે. તલમાંથી બનાવવામાં આવતી સાની સ્વાસ્થ્યવર્ધક સાની ગુણકારી (Benefits and Importance of Sani) હોઈ છે. આખરે ગુણકારી કેમ તો શિયાળામાં સૂર્યનું તાપમાન ગગડતા શરીરની ત્વચા અને શરીરને મળવા પાત્ર તેલ ઘટવા લાગે છે. આથી શરીરમાં તેલ પૂરું પાડવાનું કામ તલ કરે છે. સાથે તલથી શરીરનું તાપમાન પણ વધવાથી શરીરનું મહત્તમ મનુષ્યનું તાપમાન જળવાઈ જાય છે. જો તેલ શરીરમાં ઘટે તો ચામડી ફાટવી સહિતની તકલીફો જોવા મળે છે.
સાનીની કિંમત અને માંગ: ભાવનગરની સાની ભાવેણાવાસીઓ આરોગવાનું ચૂકતા નથી. શિયાળાના પ્રારંભમાં તલની બે પ્રકારની સાની આવે છે, જેમાં એક કાળા તલની અને બીજા સફેદ તલની સાની આવે છે. કાળા તલની સાની મીઠાશ ભરી અને વધુ તલમાં તેલની માત્રા હોવાનું માનવામાં આવે છે. ભાવનગરમાં હાલ તલ સારા ગુણવત્તાના હોય તો ભાવ ઊંચા હોય છે અને જો તલની ગુણવત્તા ના હોય તો સસ્તામાં પણ મળી રહે છે.