ગુજરાત

gujarat

ETV Bharat / state

તળાજાના કાટિકડા ગામે સ્ટેટ્સ અપલોડ કરવા જેવી નજીવી બાબતે હત્યા - datha police station news

તળાજાના દાઠા ગામે ફેસબુકમાં સ્ટેટ્સ રાખવા જેવી નજીવી બાબતમાં 'રાણો રાણાની રીતેની કોમેંટ્સ કેમ રાખી' તેવું કહી ગામનાં જ 2 શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.

તિક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા
તિક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા

By

Published : Mar 1, 2021, 2:47 PM IST

  • ફેસબુકમાં સ્ટેટ્સ રાખવા જેવી નજીવી બાબતમાં યુવાનની હત્યા
  • ગામના યુવાને ફેસબુકમાં સ્ટેટ્સ રાખ્યું અને મોત આંબી ગયું
  • તિક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા

ભાવનગર:તળાજામાં દાઠાના કાટીકડા ગામે રાત્રે શુક્રવારે પ્રવીણ ગલાભાઈ ધાપા ઉ.વ. 25ના એ પોતાના મોબાઈલમાં ફેસબુક પર રાણો રાણાની રીતેની કૉમેન્ટ્સ કરેલી હતી. આ કોમેન્ટ વાયરલ થયેલ થતા તે જ ગામના મહીંપત કામળીયા અને મેરામ કામળિયાને નહીં ગમતા તેઓએ એક સાથે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો હતો.

પ્રવિણ ધાપાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો

આ મારા-મારીમાં પ્રવિણને ગંભીર ઈજા થતાં તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો હતો. જો કે સારવાર પૂરતી મળે એ પહેલાં જ તેનું મોત થયું હતું. આમ દાઠા પોલીસે મહિપત કામળિયા અને મેરામ કામળીયા વિરુદ્ધ કલમ-302 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details