ગુજરાત

gujarat

ETV Bharat / state

Junior Clerk Exam Paper leak case: પરિક્ષાર્થીઓએ પંજાબના ખેડૂતવાળી કરવાની પણ હાકલ કરી - bhavnagar students angry on paper leak

ભાવનગર જિલ્લામાં પંચાયત વર્ગ ત્રણની પરીક્ષા આપવા આવેલા 55,390 વિદ્યાર્થીઓ ડેલે હાથ દઈ પરત ફરતા રોષ જોવા મળી રહ્યો છે. રાત ઠંડીમાં ગુજારીને પૈસાનો વ્યય કરી શ્રમ વેડફનાર પરિક્ષાર્થી અને વાલીઓમાં રોષ છે. ભાવનગર જિલ્લામાં જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ પંચાયત સેવાની પરીક્ષા માટે સ્થાનિક તંત્ર દ્વારા 181 કેન્દ્ર ઉપર 1847 જેટલા વર્ગખંડ તૈયાર કરી લેવામાં આવ્યા હતા.

Junior Clerk Exam Paper leak case in bhavnagar
Junior Clerk Exam Paper leak case in bhavnagar

By

Published : Jan 29, 2023, 3:39 PM IST

પરિક્ષાર્થીઓએ પંજાબના ખેડૂતવાળી કરવાની પણ હાકલ કરી

ભાવનગર: સમગ્ર ગુજરાતમાં વહેલી સવારના પરોઢિયે પંચાયત વર્ગ ત્રણની પરીક્ષા આપવા પહોંચેલા પરિક્ષાર્થીઓને ડેલે હાથ દઈને પરત ફરવાનો સમય આવ્યો હતો. કારણ હતું પેપર ફૂટ્યું, હા ભરોસાની ભાજપ સરકારની સામે પરીક્ષાર્થીઓને ભરોસો ક્યાં છે? આ ઘટનાએ તેવો સવાલ ઉઠાવ્યો છે. કેટલાક પરિક્ષાર્થીઓએ પંજાબના ખેડૂતવાળી કરવાની પણ હાકલ કરી છે.

ભાવનગર જિલ્લામાં પંચાયત વર્ગ ત્રણની પરીક્ષા આપવા આવેલા 55,390 વિદ્યાર્થીઓ ડેલે હાથ દઈ પરત ફરતા રોષ

ભાવનગર કેન્દ્રના વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો: સમગ્ર ગુજરાતમાં આજે દસ લાખ જેટલા પંચાયત વર્ગ ત્રણની પરીક્ષા આપવાના હતા. પેપરનો સમય સવારે 11.00 કલાકે હતો. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચેલા પરીક્ષાાર્થીઓને ડેલે પહોંચતા પરત ફરવાનો સમય આવ્યો હતો. ગુજરાતની પરીક્ષા રદ કરવામાં આવી હોવાની જાહેરાત થતા પરીક્ષાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. સરકારની સામે સવાલો ઊભા કર્યા છે.

રાત ઠંડીમાં ગુજારીને પૈસાનો વ્યય કરી શ્રમ વેડફનાર પરિક્ષાર્થી અને વાલીઓમાં રોષ

પંજાબના ખેડૂત જેમ આંદોલનવાળી કરવાની જરૂર: ભાવનગર જિલ્લામાં પણ જેસર તાલુકા સિવાયના અન્ય તાલુકાઓમાં 1847 જેટલા વર્ગખંડોમાં 55,390 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ પરીક્ષા બહારગામ થી આવેલા વિદ્યાર્થીઓને ધરમનો ધક્કો થયો હતો. ગઢડાથી આવેલા અશ્વિન સોલંકી નામના પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે વારંવાર પેપર ફૂટવાની ઘટના ડબલ એન્જિન સરકારની નિષ્ફળતા દર્શાવી રહી છે. વિચાર કરવામાં આવે કે ગુજરાતમાં 11લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે છે જેનો ખર્ચ ગણવામાં આવે તો 22 કરોડ રૂપિયા જેવો થાય છે. આ ખર્ચનું શુ પાણીમાં ગયા? જો પંજાબના ખેડૂતોની જેમ વિદ્યાર્થીઓ આંદોલન કરે તો આ સરકારની આંખો ઉઘડશે નહીંતર આ સિલસિલો ચાલુ રહેશે.

આ પણ વાંચોJunior Clerk Paper Leak Case: પેપર લીક મામલે પરીક્ષાર્થીઓમાં આક્રોશ, ATS એ 15 શકમંદોની કરી ધરપકડ

શું ડબલ એન્જીન સરકાર ડબલ પરીક્ષા લે છે?:ભાવનગર જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચીને પરત ફરેલા પરીક્ષાર્થીઓ નિરાશ થઈ ફરીથી એસટી બસ સ્ટેન્ડે પહોંચ્યા હતા. ભાવનગરના એસટી બસ સ્ટેન્ડે આવેલા પરીક્ષાર્થીઓએ ગતરાત કોઈએ હોટલમાં, કોઈ સગા વાલાઓના ઘરે, તો કોઈ એસટી બસ સ્ટેન્ડ, તો કોઈ રેલવે સ્ટેશનમાં રાત ગુજારી હતી. ત્યારે પરીક્ષાર્થીઓના સાથે આવેલા વાલીઓએ રોષ ઠાલવતા ભરતભાઈ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે તો શું ડબલ વખત પરીક્ષા લેવાની હોય ?. લોકોનએ જે ભરોસો મૂક્યો છે તે વારંવાર તૂટી રહ્યો છે. બે ચાર ટ્યુશન ક્લાસીસના લોકોને પકડીને સંતોષ માની લેવાથી કશું થશે નહીં. પરિક્ષાર્થીને ન્યાય આપવા માટે સરકારે કોઈ કડક પગલાં જરૂર ભરવા પડશે.

આ પણ વાંચોJunior clerk exam paper leak: જામનગરમાં જુનિયર કલાર્કની પરીક્ષા રદ થતા એસ.ટી ડેપો ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ

ભાવનગરમાં શું હતી વ્યવસ્થા?: ભાવનગર જિલ્લામાં જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ પંચાયત સેવાની પરીક્ષા માટે સ્થાનિક તંત્ર દ્વારા 181 કેન્દ્ર ઉપર 1847 જેટલા વર્ગખંડ તૈયાર કરી લેવામાં આવ્યા હતા. સમગ્ર વર્ગખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં 55,390 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.ભાવનગર જિલ્લામાં ભાવનગરમાં બે મહુવામાં,પાલીતાણામાં એક એમ સ્ટ્રોંગ રૂમ પણ ઊભા કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્તને લઈને 724 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા. જેમાં 136 હથિયારધારી પોલીસ કર્મીઓ હતા. આમ સમગ્ર જિલ્લામાં 4600 કર્મચારીઓ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વ્યવસ્થા ખર્ચ અને શારીરિક તંત્રના કર્મચારીનો શ્રમ વેડફાયો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details