ગુજરાત

gujarat

ETV Bharat / state

જીતુ વાઘાણીએ ભાવનગર અનેક પંડાલોએ પહોંચી કર્યા બાપ્પાના દર્શન - jitu vaghani

ભાવનગર : શહેરના કાળીયાબીડમાં યોજાતા ગણેશ મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભાવનગર શહેરમાં ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. ત્યારે ભાવનગરના અનેક પંડાલોમાં જીતુવાઘાણીએ બાપ્પાના દર્શન કર્યા હતા.

etv bharat bhavnagar

By

Published : Sep 7, 2019, 7:37 AM IST

વેદો, શાસ્ત્રો, અને પુરાણોમાં ગણપતિનું અનેરું મહત્વ વર્ણવાયું છે. ધાર્મિક પ્રસંગોમાં ભગવાન શ્રી ગણેશ નું પ્રથમ પૂજન કરવામાં આવે છે. ગણેશ ચોથથી શરૂ થતો આ મહોત્સવ સતત નવ દિવસ ચાલે છે.શહેરના અનેક મંડળો દ્વારા સિદ્ધિવિનાયકનું ધામધૂમ પૂર્વક સ્થાપન કરવામાં આવે છે. મહોત્સવ દરમ્યાન રોજે રોજ અવનવા ધાર્મિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવે છે.

ભાવનગર શહેર ના વિવિધ ગણપતિજીના પંડાલો માં ઉપસ્થિત રહ્યા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. કાળીયાબીડ વસાહતના રહેવાસીઓ ખુબજ ભક્તિભાવ પૂર્વક દર્શન અને આરતી લાભ લઇ રહ્યા છે. જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગણેશ મહોત્સવમાં હાજર રહી આરતીની લાભ લીધો હતો. મંડળના આયોજક પરેશભાઈ પંડ્યા અને મિત્રો દ્વારા જીતુભાઇનું સન્માન કરાયું હતું. જીતુભાઇ વાઘાણી સાથે ભાવનગરના મેયર મનભા મોરી, શાસક પક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ તેમજ પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details