ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ દિવાળીના પર્વ નિમિતે ભાવનગરની માવતર સંસ્થામાં રહેતા વૃદ્ધ વડીલો સાથે ઉજવણી કરી હતી. જીતુ વાઘાણી દર વર્ષે વૃધાશ્રમ ખાતે વડીલોને મીઠાઈ ખવડાવી વડીલો સાથે દિવાળીની ઉજવણી કરે છે. ચાલુ વર્ષે પણ દિવાળીની સવારે માવતર સંસ્થા ખાતે વૃદ્ધોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું અને આશીર્વાદ મેળવ્યા હતાં.
ભાવનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ વૃદ્ધાશ્રમમાં દિવાળીની કરી ઉજવણી - પ્રદેશ ભાજપ પ્રમુખ
ભાવનગરઃ શહેરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી હતી, ત્યાં તેમને સમુહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' સાંભળ્યો હતો. જીતુ વાઘાણીએ તમામ લોકોને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી.
જીતુ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જે લોકોના પરિવાર હોય તેની સાથે તો સૌ દિવાળી મનાવે, પણ જેમને પોતાનો પરિવાર નથી, જેમની સાથે કોઈ દિવાળી મનાવે તેવું કોઈ નથી, ત્યારે વૃદ્ધાશ્રમ ખાતે દિવાળી મનાવી વડીલોને આનંદ મળે તેવા હેતુથી વર્ષો વર્ષ આ કાર્ય કરે છે અને કરતા રહેશે. મહિનાનાં છેલ્લા રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' સૌએ સાથે સાંભળ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.