ગુજરાત

gujarat

ETV Bharat / state

દૂરથી વ્યક્તિને તપાસી શકતું અને સલાહ આપતું મશીન ભાવનગરના ઇજનેરે વિકસાવ્યું

ભાવનગર જિલ્લાના બે સાહસિક ઈજનેર દ્વારા કોરોના કાળમાં મદદરૂપ થાય તેવા એક મશીનનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. જેનું નામ 'રેમોનર્સ' રાખવામાં આવ્યું છે.

ભાવનગરમાં રેમોનર્સ' મશીનો આવિષ્કાર કરવામાંં આવ્યો
ભાવનગરમાં રેમોનર્સ' મશીનો આવિષ્કાર કરવામાંં આવ્યો

By

Published : Sep 27, 2020, 12:00 PM IST

ભાવનગરઃ જિલ્લાના બે સાહસિક ઈજનેર રાહુલ સંઘવી અને રવિ પરમાર દ્વારા રેમોનર્સ નામનું મશીન વિકસાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે, 150 ફૂટ દૂરથી તેનું મોનિટરીંગ કરીને વ્યક્તિનું ટેમ્પરેચર માપી શકાય છે. રિમોટથી ચાલતું આ પ્રથમ મશીન ભાવનગર સર ટી હોસ્પિટલને સુપ્રત કરવામાં આવ્યું છે. વિભાવરીબેન દવેના હસ્તે આ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં રેમોનર્સ' મશીનો આવિષ્કાર કરવામાંં આવ્યો

આ કોરોના કાળમાં આઇસોલેશન વોર્ડમાં નર્સ તથા મેડિકલ ટીમને મદદરૂપ થાય તેવા સાધનનો આવિષ્કાર ભાવનગરના બે ઇજનેરો દ્વારા કરવામાં આવ્યો છે. જે મશીન રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવેના હસ્તે ભાવનગરની સર.ટી.હોસ્પિટલના મેડિકલ વિભાગને અર્પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં રેમોનર્સ' મશીનો આવિષ્કાર કરવામાંં આવ્યો
ભાવનગરના સાહસિક ઇજનેર રાહુલ સંઘવી તથા રવિ પરમાર દ્વારા આ અત્યાધુનિક મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને "રેમોનર્સ" નામ આપવામાં આવ્યું છે. જે હાલની વર્તમાન કોવિડ-19 પરિસ્થિતિમાં કોરોના ગ્રસ્ત દર્દીની સેવા માટે ખૂબ જ ઉપયોગી કાર્ય કરી શકવા સક્ષમ છે.

આ મશીનનું સંચાલન 150 ફૂટની રેન્જ સુધી રીમોટ, મોબાઈલ, તેમજ કેમેરા વડે આઇશોલેશન વોર્ડમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી કરી શકે છે. જે દર્દીને દવાઓ, ટિફિન, નાસ્તો, પાણી વગેરે પહોંચાડી શકે છે. તદુપરાંત દર્દીનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપી શકે છે તથા પલ્સ તથા ઓક્સિજન લેવલ પણ માપી શકે છે. આ મશીનની અન્ય વિશેષતા એ છે કે તેમાં રહેલા ઇન્ફ્રારેડ સેન્સર કેમેરા તથા સ્પીકર વડે કોરોના ગ્રસ્ત દર્દીને આરોગ્ય કર્મચારી જરૂરી સુચના આપી શકે છે તથા દર્દી પણ તેમની જરૂરિયાત, તકલીફ તેના માધ્યમથી આરોગ્ય કર્મચારીને જણાવી શકે છે.

ભાવનગરમાં રેમોનર્સ' મશીનો આવિષ્કાર કરવામાંં આવ્યો

આમ કોરોનાગ્રસ્ત દર્દીના સીધા સંપર્કમાં આવ્યા વગર જ પૂરેપૂરી કાળજી લઇ શકાય છે તથા આ "રેમોનર્સ" દ્વારા આરોગ્ય કર્મચારીની સલામતી, સંક્રમણની શક્યતા પણ નિવારી શકાય છે. ભાવેણાના ઇજનેર દ્વારા બનાવવામાં આવેલા આ રેમોનર્સનું દાન જીતેન્દ્રરાય સંઘવી તથા પ્રવીણભાઈ પરમાર દ્વારા સર.ટી. હૉસ્પિટલના મેડિકલ વિભાગને કરાયું છે.

રેમોનર્સના લોકાર્પણ પ્રસંગે રાજ્યકક્ષના વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા અને મશીનના નિર્માતા રાહુલભાઈ તથા રવિભાઈને લોકસેવાના આ કાર્યમાં મદદરૂપ થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ રેમોનર્સ દર્દીઓ માટે નર્સની ગરજ સારશે. જેના થકી આઇશોલેશન વોર્ડમાં ફરજ બજાવતા કર્મીઓને કોરોના થવાની સંભાવના પણ ઘટી જશે.

અન્ય કોઈ ખાનગી હોસ્પિટલમાં આ આધુનિક મશીનનું વેંચાણ ન કરી અને સર.ટી.હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આ મશીન ઉપલબ્ધ કરાવી રાહુલભાઈ તથા રવિભાઈએ ભાવનગર પ્રત્યેની તેમની નિષ્ઠા અર્પણ કરી છે. ઉપસ્થિત કોરોના વોરિયર્સ તથા મેડિકલ ટીમને બિરદાવતા જણાવ્યું હતું કે, અનિશ્ચિતતાઓથી ભરેલી આ કોરોના મહામારીમાં પણ આપ સૌએ પ્રસંશનિય ફરજ બજાવી છે.

ABOUT THE AUTHOR

...view details