- ભાવનગરને કન્ટેનર હબ બનાવવા તરફ પહેલ
- SM કન્ટેનર કંપનીની મુલાકાત લેતા મનસુખ માંડવીયા
- જુના બંદર પર આવેલી કંપનીમાં લીધી મુલાકાત
ભાવનગર : શહેરમાં આવેલા જુના બંદર પર આવેલી SM કન્ટેનર કંપનીની મુલાકાતે અચાનક કેન્દ્રીય કેબિનેટપ્રધાન પહોંચી ગયા હતા. મનસુખ માંડવીયાએ કન્ટેનર હબ બનાવવા તરફ પ્રયાણ થાય તેવા હેતુથી મુલાકાત લીધી હતી.
SM કન્ટેનર કંપનીની મુલાકાત ભાવનગર આવેલા મનસુખ માંડવીયાની મુલાકાતભાવનગર શહેરમાં મનસુખ માંડવીયા કેન્દ્રીય કેબિનેટપ્રધાન આમ તો અલંગના સેમિનાર કાર્યક્રમ માટે આવી પોહચ્યા હતા. પરંતુ પ્રધાનશ્રીનેે અચાનક ભાવનગરને કન્ટેનર હબ બનાવવાની પહેલ યાદ આવતા જુના બંદર પર આવેલી SM કન્ટેનર કંપનીની મુલાકાત દરમિયાન કાર્ગો કન્ટેનર હબ ભાવનગર બને તેવા પ્રયાસો થાય તેવું જણાવ્યું હતું.
SM કન્ટેનર કંપનીની મુલાકાત આ પણ વાંચો : ભાવનગર ચેમ્બરે કન્ટેનર હબ પર કરી ગોષ્ટિ, નવા ઉદ્યોગની ઉજળી તક
કન્ટેનરે વિદેશમાં આયાત અને નિકાસ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી
ભાવનગર શહેર અને જિલ્લાને ઘણા વર્ષોથી શિપિંગ ક્ષેત્રે વિકાસ કરવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય કેબિનેટપ્રધાનની અત્યારે કન્ટેનરની માંગ હોવાથી કન્ટેનર હબ ભાવનગર બને તેવા હેતુથી SM કન્ટેનર કંપની અને તેના કન્ટેનરની મુલાકાત લીધી હતી. કન્ટેનરે વિદેશમાં આયાત અને નિકાસ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેવામાં ભાવનગર શહેર કન્ટેનર હબ બનાવવા ઉત્તમ હોવાથી પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
SM કન્ટેનર કંપનીની મુલાકાત આ પણ વાંચો : જાણો સુએજ કેનાલમાં કન્ટેનર ફસવાથી શા માટે હંગામો સર્જાયો
નવા શિપ બનાવવા કંપનીઓ સ્થપાશે તેવા મુદ્દા પૂર્વની ચૂંટણીમાં લેવાયેલા
ભાજપે સત્તામાં આવવા છેલ્લા 10 વર્ષ પહેલાં શિપિંગ ક્ષેત્રે ધોળા દિવસે સપનાઓ બતાવ્યા હતા. નવા શિપ બનાવવા કંપનીઓ સ્થપાશે તેવા મુદ્દા પૂર્વની ચૂંટણીમાં લેવાયેલા છે. આજે ભાવનગરમાં કોઈ એવી કંપનીઓ છેલ્લા દસ વર્ષમાં આવી નથી અને શહેરની શિપ બનાવતી આલ્કોક, એશડાઉન, ઉલ્ટા સરકારે હાથમાં કામ હોવા છતાં તાળા મારીને બંધ કરી દીધી હતી. હવે ફરી કન્ટેનર હબ બનાવવાની વાતો થવા લાગી છે.
SM કન્ટેનર કંપનીની મુલાકાત