ગુજરાત

gujarat

ETV Bharat / state

Eco Brick Park: દેશનો પ્રથમ ઇકો બ્રિક પાર્ક બન્યો અતીત, પર્યાવરણને બચાવવા બનાવેલો પાર્ક જ ખતમ - Eco Brick park

ભાવનગર શહેરમાં પહેલા સર્જન અને બાદમાં બે વર્ષેમાં જ વિસર્જન કરવાની પરંપરા જોવા મળી રહી છે. કારણ કે ભાવનગરમાં બનેલા દેશના પ્રથમ ઇકો બ્રિક પાર્કમાં 33,500 કિલો નોન રિસાયક્લિંગ પ્લાસ્ટિકનો નિકાલ ઇકો બ્રિક પાર્ક થી થયો હતો. હવે ઇક્કો બ્રિક પાર્ક જ નથી અને પ્લાસ્ટિકની બોટલો વેરવિખેર પડી છે.

Eco Brick Park: દેશનું પ્રથમ ઇકો બ્રિક પાર્ક બન્યું અતીત, પર્યાવરણને બચાવવા બનાવેલું પાર્ક જ ખતમ
Eco Brick Park: દેશનું પ્રથમ ઇકો બ્રિક પાર્ક બન્યું અતીત, પર્યાવરણને બચાવવા બનાવેલું પાર્ક જ ખતમ

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 9:20 AM IST

Updated : Sep 22, 2023, 12:46 PM IST

દેશનો પ્રથમ ઇકો બ્રિક પાર્ક બન્યો અતીત, પર્યાવરણને બચાવવા બનાવેલો પાર્ક જ ખતમ

ભાવનગર: ભારતનો પ્રથમ ઇકો બ્રિક પાર્ક 2020 માં ભાવનગરમાં બનાવવામાં આવ્યો હતો. સામાજિક સંસ્થાના સહયોગથી મહાનગરપાલિકાના પૂર્વ કમિશનરના સહકાર મળવાથી ઇકો બ્રિક પાર્ક અમલમાં આવ્યો હતો. હાલ ઇકો બ્રિક પાર્ક વેરવિખેર થઈ ગયો છે. જો કે તેની પાછળનું કારણ મહાનગરપાલિકાએ નવીનીકરણ દર્શાવ્યું છે.

પર્યાવરણને બચાવવા બનાવેલું પાર્ક જ ખતમ

ઇકો બ્રિક એટલે શું: આજના સમયમાં પ્લાસ્ટિકને નેક્સ્ટ જનરેશનનો ટેરેરિસ્ટ કહેવામાં આવે છે. ભાવનગર શહેરમાં 2020 માં ઇકો બ્રિક પાર્ક બનાવવામાં આવ્યો હતો. ભાવનગરના ડૉક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું કે, " એક પ્લાસ્ટિકની બોટલમાં નોન રિસાયક્લિંગ પ્લાસ્ટિક જેવા કે ઝબલા હોય તેને ડમ્પ કરીને ભરવામાં આવે છે. એક કિલોની બોટલમાં 350 ગ્રામ પ્લાસ્ટિક સમાય છે" તેને ઇકો બ્રિક કહેવામાં આવે છે.

ઇકો બ્રિક્સ પાર્ક વેરવિખેર થઈ ગયો

બોટલ ઉપર 10 રૂપિયા: ભાવનગર શહેરમાં 2020 માં અકવાડા લેકની બાજુની ખાલી જગ્યામાં ડૉક્ટર તેજસ દોશી અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ઈકો બ્રિક પાર્ક બનાવવા માટે સૂચન કર્યું હતું. જેને પગલે પૂર્વ કમિશનર એમ એ ગાંધી દ્વારા ડૉક્ટર તેજસ દોશી અને સામાજિક સંસ્થાઓને પૂર્વ કમિશનરે સહકાર આપ્યો હતો. ઇકો બ્રિક પાર્ક બનાવવાની શરૂઆત થઈ હતી. મહાનગરપાલિકાના સફાઈ કામદારોને ત્રણ ઇક્કો બ્રિક બોટલ ઉપર 10 રૂપિયા મળે તેવી સ્કીમ કરવામાં આવી હતી. ઇક્કો બ્રિક કલેક્ટ સેન્ટર પણ બનાવ્યા હતા. આથી 2020 માં ઇકો બ્રિક્સ પાર્ક માટે એક થી દોઢ લાખ બોટલો એકઠી થઈ હતી. તેને પગલે શહેરમાંથી ઝબલાઓ જાહેરમાં રસ્તા ઉપર જોવા મળતા નહોતા.

દેશનું પ્રથમ ઇકો બ્રિક પાર્ક બન્યું અતીત

મનપાનો જવાબ: વિજય પંડિત સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તે સમયે ઈકો બ્રિક પાર્ક બનાવવા માટે અંદાજે પાંચ લાખથી ઓછો ખર્ચ થયો હતો. તો બીજી તરફ ડૉક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું કે, લોકોએ ખૂબ મહેનત કરી હતી અને શાળામાં પણ લોકજાગૃતિના કાર્યક્રમો થયા હતા. જેને પગલે સફાઈ કામદારો અને બાળકો દ્વારા પણ ઇકો બ્રિક આપવામાં આવ્યા હતા.

"ઇકો બ્રિક પાર્ક વેરવિખેર નથી કરવામાં આવ્યો. પરંતુ અકવાડા લેક ફેઝ ટુ નું કામ શરૂ થયું છે, જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક,એડવેન્ચર પાર્ક, સાયન્સ સિટી પાર્ક બનાવવામાં આવશે. તેમાં ઇકો બ્રિક પાર્ક નો સમાવેશ થશે જેનો ફાયદો લોકોને થવાનો છે."--એન વી ઉપાધ્યાય (ભાવનગર મહાનગરપાલિકાકમિશનર)

પર્યાવરણને બચાવવા બનાવેલું પાર્ક જ ખતમ

ઇકો બ્રિક પાર્ક ના હાલ વેરવિખેર: ઇકો બ્રિક પાર્ક બન્યો હતો તે અતીત બન્યો છે. તે ઇકો બ્રિક પાર્ક ની બોટલનો હાલ એક તરફ ઢગલો કરીને મૂકી દેવામાં આવી છે. જો કે અકવાડા લેક ફેઝ વનનું કામ પૂરું કરી દેવામાં આવ્યું ત્યાર બાદ ઇકો બ્રિક પાર્ક બનાવવામાં આવ્યો હતો. ફેસ વન થયા બાદ ફેઝ 2 થવાનો છે તેનો ખ્યાલ હોવા છતાં પણ ત્યાંથી ખાલી જગ્યામાં ઇકો બ્રિક પાર્ક બનાવ્યો.

  1. Bhavnagar News: દેશની 24 લાખ આંગણવાડી બહેનોના અવાજ બન્યા ભાવનગરના આંગણવાડીના પ્રમુખ, સુપ્રીમ કોર્ટમાં લડત ચલાવી
  2. DakshinaMurti Bal Mandir: ગિજુભાઈ બધેકાના બાલમંદિરને 104 વર્ષ થયા, " મૂછાળી મા" એ મહાન વિરલા આપ્યા
Last Updated : Sep 22, 2023, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details