ભાવનગર : ભારતની માતૃ ચિકિત્સા પદ્ધતિ કોરોના જેવા રોગને શરીરમાં પ્રવેશ કરવા દેતી નથી. લોકો કોરોના મહામારીથી બચવા માટે ઉકાળા અને ઓસડિયાનો સહારો લઇ રહ્યા છે. જેથી લોકો પોતાની રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકે.
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઃ જિંદગી અને મોત વચ્ચે સેતુ બનેલા આયુર્વેદ ઓસડિયાની માગ વધી - કોરોનામાં ઉકાળો
ભારતમાં 5 હજાર વર્ષ પહેલા એટલે કે ભગવાન રામના સમયથી ચાલી આવતી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ મહામારીમાં લોકોને ક્યાંક સમજાઈ ગઈ છે. એલોપેથીથી જ્યાં ઉપચાર નથી ત્યારે રોગ સામે સંરક્ષણ પૂરું પાડતી આયુર્વેદ ઉપચારની માગ વધી ગઈ છે. ભાવનગરની ઊંડી વખારમાં 40 ટકાથી લઈને 50 ટકા સુધી આયુર્વેદ ઓસડિયાની માગ વધી છે.
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ
આયુર્વેદ શાસ્ત્રમાં ઓસડિયાઓ માત્ર ઉપચાર પૂરતા સીમિત નથી ઉપરાંત તેની કોઈ આડઅસર પણ નથી થતી. તો આ સાથે શરીરની રોગપ્રતિકાર શક્તિમાં વધારો પણ કરે છે. લોકોની માનસિકતા ઝડપથી બદલાઇ છે તેના કારણે લોકો એલોપેથી તરફ વળ્યા છે. જો કે, આયુર્વેદ ડૉક્ટરનું માનવું છે કે, આયુર્વેદમાં સમય લાગે છે પણ શરીરના મૂળમાંથી રોગને ખત્મ કરી દે છે. ઝડપી યુગની દોડમાં મનુષ્ય શરીરને પણ ઝડપી બનાવવાની કોશિશમાં લાગી ગયો છે.
Last Updated : Aug 26, 2020, 7:24 PM IST