- ભાવનગર માર્કેટિંગ યાર્ડથી એક કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો
- યાર્ડમાં આશરે 60 હજાર કરતા વધુ ગુણીની આવક
- હાલના ભાવ પણ નિકાસની છૂટ આપ્યા બાદ 200 જેટલી કિંમત વધી
ભાવનગર : શહેર ડુંગળીનું પીઠું છે અને રાજ્યમાં બીજા નંબરનો જિલ્લો છે. ચોમાસામાં પાક નિષ્ફળ જવાના કારણે નુકશાન ભોગવ્યું છે અને બાદમાં શિયાળુ પાકમાં પણ પાછોતરો વરસાદથી શિયાળુ પાકને નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. યાર્ડમાં ડુંગળીની આવક મબલખ પ્રમાણમાં શરૂ થઈ છે અને યાર્ડ બહાર લાંબી કતારો જોવા મળી રહી છે.
ભાવનગર યાર્ડમાં ડુંગળીની મબલખ આવક શરૂ થતા લાઈનો
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવા પર બે દિવસના પ્રતિબંધ બાદ યાર્ડમાં ડુંગળી લાવવાનો પ્રારંભ થતા ભાવનગર માર્કેટિંગ યાર્ડથી એક કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો રસ્તા પર લાગી હતી. ખેડૂતો હાલ સારા ભાવ મળતા હોવાના કારણે ડુંગળી લાઈને યાર્ડ તરફ આવી રહ્યા છે. ભાવનગર યાર્ડમાં ડુંગળી લાવવાની મંજૂરી મળતા એક તરફ મહુવા યાર્ડમાં ડુંગળી આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે મહુવા યાર્ડમાં આશરે 1 લાખ ગુણીની આવક થવાથી મનાઈ ફરમવા આવી છે અને મહુવા યાર્ડમાં હાલમાં 3 લાખ ગુણી ડુંગળી પડી છે જેમાં 2 લાખ લાલ અને 1 લાખ જેવી સફેદ ડુંગળી પડી છે.