ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં સીમાંકન સાથે વધ્યા મતદાર તો કોંગ્રેસના આક્ષેપ અને ભાજપનો છેદ - ભાવનગર મહાનગરપાલિકા ન્યૂઝ

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીને પગલે ચૂંટણી શાખા દ્વારા સીમાંકન કર્યા બાદ વોર્ડ પ્રમાણે યાદી પણ જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસનો આક્ષેપ છે તો ભાજપ આક્ષેપને પાયા વિહોણો દર્શાવીને છેદ ઉડાડી ચૂક્યું છે.

bhvangar
Bhavnagar

By

Published : Jan 8, 2021, 11:43 AM IST

  • ભાવનગર મહાનગરપાલિકામાં નવા ગામ અધેવાડા ગામનો સમાવેશ
  • સીમાંકન સાથે મતદારમાં વધારો અને સાથે આક્ષેપબાજી પણ શરૂ
  • ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની આક્ષેપબાજી


    ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માથે છે ત્યારે સીમાંકન નવું ગામ ભળવાની સાથે થયું છે સીમાંકન સાથે મતદારો પણ વધ્યા છે તો રાજકીય મુખ્ય પક્ષ કોંગ્રેસ ભાજપ આમને સામને થઈ ચૂક્યા છે. કોંગ્રેસે સીમાંકન બાબતે ભાજપ પર આક્ષેપ કર્યા છે તો ભાજપે તેનો છેદ ઉડાડીને કહ્યું છે કે ચૂંટણી શાખા કોઈનું સાંભળીને કાર્યવાહી કરતી નથી તે પોતાની રીતે નિયમ પ્રમાણે કામગીરી કરે છે સાથે 2015 ની સ્થિતિ અને હાલમાં શું શક્યતાઓ રહેલી છે.

સીમાંકન શા માટે અને શું ફેરફાર

ભાવનગર મહાનગરપાલિકામાં નવા ગામ અધેવાડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગામના વિસ્તારને બે વોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેના કારણે સીમાંકન પણ કરાયું છે. સીમાંકનમાં દરેક વોર્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 500 થી 2000 સુધીના મતદારોનો વોર્ડ ફર્યો છે. જે દરેક વોર્ડમાં ફેરફાર 500 થી 2000ની અંદર છે. જો કે બેઠકમાં ફેરફાર નથી થયો કે નથી થયો મતદારોમાં કોઈ વધુ ફેરફાર થયો.

સીમાંકનમાં સૌથી ઓછા અને સૌથી વધુ મતદાર ક્યાં અને કોનું પ્રભુત્વ વધારે

મહાનગરપાલિકાના 13 વોર્ડ છે અને એક વોર્ડમાં ચાર બેઠક એટલે ચાર નગરસેવકો છે. ત્યારે હાલમાં સીમાંકનમાં સૌથી ઓછા મતદાર વડવા -અ વોર્ડ નંબર 8માં છે. આ વોર્ડમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું છે. આ વોર્ડમાં 31232 મતદારો છે કોંગ્રેસનો આ ગઢ માનવામાં આવે છે. આ વોર્ડમાં કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો છે, જ્યારે સૌથી વધુ મતદારો હાલના સીમાંકનમાં કરચલિયા પરા વોર્ડ 4 માં છે, જે ગત ટર્મમાં ઉત્તર કૃષ્ણનગર વોર્ડ હતો. જે હવે કરચલિયા પરા વોર્ડ છે. પણ આ વોર્ડ પણ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, અહીંયા 46009 મતદારો હાલના સીમાંકન પ્રમાણે છે.

ભાવનગરમાં સીમાંકન સાથે વધ્યા મતદાર તો કોંગ્રેસના આક્ષેપ અને ભાજપનો છેદ

કોંગ્રેસે સીમાંકન બાબતે શું કર્યા આક્ષેપ

ભાવનગરમાં અધેવાડા ગામને ભેળવવા સાથે ચૂંટણી શાખા દ્વારા દરેક વોર્ડના સીમાંકન ફેરવતા આક્ષેપ કર્યો છે કે જે વોર્ડમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ છે અને જ્યાં તેમના મતદારોનો વિસ્તાર છે તેનો વોર્ડ જ બદલી નાખવામાં આવ્યો છે. કોંગ્રેસના આક્ષેપો સીધા છે કે આગામી ચૂંટણી માથે હોઈ ત્યારે આ પ્રકારે સીમાંકન કરવા પાછળ સત્તામાં બેસેલી ભાજપ સરકાર છે.

ભાજપે કોંગ્રેસના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યાં

ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો સત્તામાંથી ઉતર્યા બાદ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. કારણ કે ગત ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો વધી હતી. 18 બેઠકો ગત ચૂંટણીમાં આવતા ભાજપ આગામી ચૂંટણીને લઈને સજ્જ બની રહી છે. ભાજપે કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા બતાવ્યા છે. કારણ કે ચૂંટણી શાખા કોઈના ઈશારે કામ કરતી નથી તે પોતાના નિયમમાં રહીને કામ કરે છે.

2015માં મતદારો કેટલા અને હાલમાં કેટલા

2015માં પણ નવા ગામો પાંચ ભળ્યા હતા, ત્યારે મતદારોનો આંકડો 4,58,799 હતો. પુરુષોની સંખ્યા 237113 અને સ્ત્રીની સંખ્યા 221686 હતી. ત્યારે હાલમાં સંખ્યા જોઈએ તો પુરુષ - 265239 અને સ્ત્રી - 249797 અને અન્ય 29 મળીને કુલ 515165 મતદારો છે. 2015 થી 2020 સુધીમાં નવા મતદારો 56,366 વધ્યા છે અને 13 વોર્ડમાં 52 બેઠકો છે, જેમાં એક વોર્ડમાં ચાર બેઠકો છે.

2015 માં કોનો દબદબો ક્યાં અને કઈ બેઠકમાં સફાયો

2015માં થયેલી ચૂંટણીમાં ભાજપનો 34 બેઠક આવી હતી અને કોંગ્રેસને 18 બેઠક આવી હતી. કોંગ્રેસને 8 બેઠકનો વધારો અંદાજે થયો હતો. હવે 2015 માં જોઈએ તો 13 વોર્ડમાંથી 6 વોર્ડમાં ભાજપ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહી એટલે બધી બેઠકો 24 સર કરી હતી. જ્યારે કોંગ્રેસે 13 વોર્ડમાંથી 1 વોર્ડ ઉત્તર કૃષ્ણનગરમાં ભાજપનો સફાયો કરવામાં સફળ રહી હતી. આમ જોઈએ તો અન્ય વોર્ડમાં 2/2 તો ક્યાંક 1/3 ની સરસાઈ રહી છે. જો કે ભાજપની 2010માં 42 બેઠક 2015માં 34 એ આવી ગઈ હતી, ત્યારે આ વર્ષે સીમાંકન બાદ શું પરિણામ રહેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

ચૂંટણીને પગલે નવા સીમાંકન બાદ મતદારોની શું સ્થિતિ

ભાવનગર મહાનગરપાલિકામાં 2015માં નવા ગામડાઓ ભળ્યા બાદ સીમાંકન થયું હતું ત્યારે પુનઃ એક ગામ અધેવાડા ભળી જતા મહાનગરપાલિકાના સીમાંકનમાં ફેરફાર થયો છે. જો કે હવે વોર્ડ વાઇઝ મતદારો સ્ત્રી પુરુષ કંઈક આવી રીતે છે

1. ચિત્રા ફુલસર વોર્ડ - પુરુષ - 21281,સ્ત્રી- 19066,અન્ય જાતિ - 1, કુલ - 40348

2. કુંભારવાડા વોર્ડ - પુરુષ - 17144,સ્ત્રી- 15247,અન્ય જાતિ - 0, કુલ - 32391

3. વડવા-બ વોર્ડ - પુરુષ - 21695,સ્ત્રી- 19819,અન્ય જાતિ - 1, કુલ - 41515

4. કરચલિયા પરા વોર્ડ - પુરુષ - 23271,સ્ત્રી- 22738,અન્ય જાતિ - 0, કુલ - 46009

5. ઉત્તર કૃષ્ણનગર - પુરુષ - 20426,સ્ત્રી- 19528,અન્ય જાતિ - 0, કુલ - 39954

6. પીરછલ્લા વોર્ડ - પુરુષ - 22121,સ્ત્રી- 21803,અન્ય જાતિ - 0, કુલ - 44024

7. તખ્તેશ્વર વોર્ડ - પુરુષ - 19735,સ્ત્રી- 19338,અન્ય જાતિ - 15, કુલ - 39088

8. વડવા -અ વોર્ડ - પુરુષ - 15845,સ્ત્રી- 15378,અન્ય જાતિ - 9, કુલ - 31232

9. બોરતળાવ વોર્ડ - પુરુષ - 19945,સ્ત્રી- 17812,અન્ય જાતિ - 0, કુલ - 37757

10. કાળિયાબીડ-સીદસર- અધેવાડા વોર્ડ - પુરુષ -21441,સ્ત્રી- 20068,અન્ય જાતિ - 0, કુલ - 41509

11. દક્ષિણ સરદારનગર અધેવાડા વોર્ડ - પુરુષ - 18454,સ્ત્રી- 17246,અન્ય જાતિ - 3, કુલ - 35703

12. ઉત્તર સરદારનગર- તરસમિયા વોર્ડ - પુરુષ - 21634,સ્ત્રી- 20563,અન્ય જાતિ - 0, કુલ - 42197

13. ઘોઘાસર્કલ- અકવાડા વોર્ડ - પુરુષ - 22247,સ્ત્રી- 21191,અન્ય જાતિ - 0, કુલ - 43438

ABOUT THE AUTHOR

...view details