ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે જન્માષ્ટમી લોકમેળાનો ભવ્ય શુભારંભ થયો હતો. રાજ્યપ્રધાન વિભાવરીબેન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું. જવાહર મેદાન ખાતે પરંપરાગત રીતે યોજાતા આ મેળામાં ભાવનગરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મેળામાં ખાસ કરીને જુદી જુદી પ્રકારની રાઈડો, ખાણીપીણીના સ્ટોલ અને સેલ્ફી ઝોન સહીતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ભાવનગરના લોકો માટે ખાસ આયોજિત મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ મળતા નજરે પડ્યા હતાં.
ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે લોકમેળાનો કરાયો પ્રારંભ - ભાવનગર
ભાવનગરઃ ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે પ્રેરિત જન્માષ્ટમી લોકમેળાનો ભવ્ય પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેંન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. મેળાના લોકાર્પણ બાદ અહીં મોટા સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.
રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે પ્રેરિત લોકમેળાનું ખાસ હેતુ શહેરના ગરીબ બાળકોને જેવા કે સરકારી શાળા કે આંગણવાડીમાં જતા હોય તેવા અને ગરીબ બાળકોને કે જે ક્યારેય કોઈ રાઈડ ચગડોળની મઝા ન લીધી હોય તેવા ૪૦ હજાર બાળકોને વિનામૂલ્યે રાઈડમાં બેસવા પાસ વિતરણ કરાયા છે. તેમજ મહિલા વિકાસ મંડળની બહેનોને પગભર થવા માટે ટોકન દરથી સ્ટોલની પણ ફાળવણી કરવામાં આવી છે. આ મેળામાં પ્રારંભથી ત્રણ દિવસ સુધી રોજ નામી કલાકારો લોકોને ગીત સંગીતનો પણ આનંદ કરાવા ઉપસ્થિત રહેવાના છે. આજે પ્રથમ દિવસે ગુજરાતી લોકગાયક ગીતા રબારી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને પોતાના લોકગીત અને ભજનોથી લોકોના મન મોહી લીધા હતા. ગીતા રબારી ભાવનગરમાં પ્રથમવાર આવ્યા હોવાનું જણાવ્યું હતું અને ભાવનગરની કલાપ્રિય જનતા લોકોએ ખુબ જ આવકાર આપ્યો છે. તેવુ પણ જણાવ્યું હતું.
ભાવનગર શહેરના જવાહર મેદાનમાં આયોજિત લોકમેળાના પ્રથમ દિવસેથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની મઝા ઉઠાવતા નજરે ચડ્યા હતા. તેમજ લોકો ગીત-સંગીતના પ્રોગ્રામમાં સંગીતના તળે ઝૂમી ઉઠ્યા હતા. મેળાના શુભારંભ પ્રસંગે ભાવનગર જીલ્લા કલેકટર હર્ષદ પટેલ, મેયર મનહરભાઈ મોરી, સાંસદ ભારતીબેન શિયાળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ સનતભાઈ મોદી સહીત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.