ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં છેલ્લા 3 મહિનામાં ફાયર બ્રિગેડને આગના 68 કોલ મળ્યા - Fire brigade

ઉનાળો આવતા આગના બનાવોમાં વધારો થતો હોય છે. ભાવનગરમાં છેલ્લા 3 મહિનામાં ફાયર બ્રિગેડને આગના નાના-મોટા 68 કોલ મળ્યા હતા. જો કે, આગને કારણે કોઈ જાનમાલ હાની નહોતી થઈ. ફાયર ઓફિસરે આગને ટાળવા માટે કેટલાક ઉપાયો પણ જણાવ્યા હતા.

aag
ભાવનગરમાં છેલ્લા 3 મહિનામાં ફાયર બ્રિગેડને આગના 68 કોલ મળ્યા

By

Published : May 6, 2021, 8:33 AM IST

  • ઉનાળો આવતા આગની ઘટનામાં વધારો
  • ભાવનગરમાં છેલ્લા 3 મહિનામાં 68 આગના કોલ
  • આગને કારણે કોઈ જાન-માલ હાની નહીં

ભાવનગર: ઉનાળાના કારણે શહેરમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. શોર્ટ સર્કિટના કારણે આગના કોલ પણ ફાયર બ્રિગેડને મળ્યા હતા. મોટા ભાગે ભાવનગર શહેરમાં ત્રણ માસમાં આગ કચરાના ઢગલામાં લાગી હતી, જ્યારે 4 બનાવમાં બે ઘરમાં અને બે ગોડાઉનમાં આગ લાગી હતી.

3 મહિનામાં 68 કોલ

ઉનાળામાં આગના બનાવો અવાર-નવાર બનતા હોય છે. છેલ્લા ત્રણ મહિનામાં ફાયર બ્રિગેડને 68 આગના કોલ મળ્યા છે. સરેરાશ મહિને 20થી 22 એમ મળીને ત્રણ માસના 68 આગના કોલ મળ્યા છે. આ કોલ્સમાં કોઈ મોટો કોલ હતો નહીં જેમાં કોઈ પ્રકારની જાનહાની થઈ હોય. મુખ્યત્વે આગનું પ્રાથમિક કારણ ગરમી જ હતી

ભાવનગરમાં છેલ્લા 3 મહિનામાં ફાયર બ્રિગેડને આગના 68 કોલ મળ્યા

આ પણ વાંચો : જામનગરમાં ઉનાળામાં કેટલી જગ્યાએ લાગી આગ અને આગ લાગવાનું કારણ કયું ?

આગ લાગવાના કારણો આખરે શું ?

ભાવનગર શહેરમાં 68 બનાવો પૈકી ચાર બનાવોમાં ઘરમાં આગ લાગવાના કારણ છે. જેમાં બે ગોડાઉન છે એટલે રહેણાંકી ઘરમાં આગ લાગવાના બનાવ માત્ર ત્રણ મહિનામાં બન્યા છે. અન્ય બનાવો કચરામાં આગ લાગવાના બનાવો બન્યા છે. ઘરમાં આગ લાગવાના બનાવમાં શોર્ટ સર્કિટ કારણ સામે આવ્યું છે. ગેસના સિલિન્ડર લિક થવાના કારણે આગ લાગવાના બનાવ બન્યા છે. આ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતુ કે, શોર્ટ સર્કિટથી થતી આગને ટાળવા માટે એમસીબી સ્વીચ જરૂર રાખવી અને ઘરમાં ગેસના સિલીન્ડરનુ રેગ્યુલેટર બંધ રાખવું.

ABOUT THE AUTHOR

...view details