ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં PPR રોગથી 200 ઘેટાં-બકરાંના મોત - 200 sheep dead of PPR disease

ભાવનગરઃ જિલ્લાના તળાજા પંથકમાં ભંયકર રોગચાળો ફાટી નીકળતાં 200થી વધુ ઘેટાં ભોગ બન્યાં છે. જેથી માલધારીઓ ચિંતામાં મૂકાયા છે. આ જીવલેણ રોગચાળાને કારણે રોજે રોજ પશુઓ મોતને ભેટી રહ્યાં છે. ત્યારે  આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાવનગરમાં PPR રોગથી 200 ઘેટાં-બકરાંના મોત

By

Published : Nov 6, 2019, 2:52 PM IST

તળાજામાં ભેદી (PPR) નામનો રોગચાળો ફાટી નીકળ્યો છે. પશુઓના અકાળે મોત થઈ રહ્યાં છે. જેના કારણે માલધારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પશુઓના PPR નામના રોગના કારણે મોત થયાં હોવાનું બહાર આવ્યું છે.

ભાવનગરમાં PPR રોગથી 200 ઘેટાં-બકરાંના મોત

પશુપાલન વિભાગ દ્વારા 11 ટીમો બનાવવામાં આવી છે. જેઓ પંથકમાં રસીકરણ કરીને પશુઓને રોગચાળાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ભેદી રોગમાં મોત થયેલાં પશુઓના શવને પોસ્ટમાર્ટમ માટે મોકલાયા હતાં. તેની રીપોર્ટમાં પશુઓ PPR રોગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.

આ રોગને નાથવા માટે ગાંધીનગરથી રસી મંગાવી પશુપાલન વિભાગે 11 ટીમો બનાવી પંથકમાં રસીકરણ પ્રક્રિયા હાથ ધરી હતી. બે દિવસમાં રસીકરણની પ્રક્રિયા પૂરી કર્યા બાદ માલધારીઓને પશુઓને તકેદારી રાખવા જણાવાયું છે.

તળાજા તાલુકામાં કુમિનાશક દવાનો ડોઝ આપવામાં 772 માલધારીઓના 70,092 ઘેટાં અને 14,023 બકરા મળીને કુલ 84,115 પશુઓને આવરી લેવાયા હતા. આમ, ઘેટાં-બકરાઓને દવા આપીને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ વિસ્તારોમાં ગાયના મોતની પણ ઘટના બની હતી. હાલ, જેની તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details