- સિક્સલેન રોડનું 6 મહિના પહેલા કામ શરૂ કર્યું
- 30 કરોડના ખર્ચે રોડ મંજુર કરી કામ શરૂ કર્યું હતું
- જમીન સંપાદનના માટે 15 કરોડ ઉપર ખર્ચ કરવો પડે
ભાવનગર : ચૂંટણી માથે હતી તેની પહેલા મહાનગરપાલિકામાં બેઠેલી ભાજપની બોડીએ પાસ કરીને 6 મહિના પહેલા કામ શરૂ કર્યું અને હવે રોડ સિક્સલેન થશે. પરંતુ અધુરો એટલે કે, કહેવાનો સિક્સલેન રોડ ત્યારે વિપક્ષે વાર કર્યો છે. અને શાસક સરકારની આશાએ બેઠી છે નહિતર પ્રજાને અધકચરો લાભ મળશે.
સ્થાનિક રહેણાંકો અને GIDCની જમીન સંપાદન કરાઈ
ભાવનગરના પ્રવેશદ્વાર આખલોલ જકાતનાકાથી લઈને દેસાઈનગર સુધી મહનગરપાલિકાની ગત વર્ષની બોડીએ પાસ કર્યો અને 30 કરોડના ખર્ચે ભાવનગરને સિક્સલેનની ભેટ આપી પણ ક્યાંક આ ભેટ વિચાર્યા વગર આપવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણીના એક વર્ષ પહેલાં મહનગરપાલિકાની બોડીએ 30 કરોડના ખર્ચે રોડ મંજુર કરી કામ શરૂ કરી દીધું છે. પરંતુ રોડ સિક્સલેન પૂરો થાય તેમ નથી. કારણ કે, એક તરફની બાજુમાં સ્થાનિક રહેણાંકો અને GIDCની જમીન સંપાદન કરાઈ નથી. જો એ મેળવવા જાય તો સોના કરતા ઘડમણ વધી જાય તેમ છે.
આ પણ વાંચો : મોરબીથી લીલાપર ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં
ચૂંટણી પહેલાની બોડીએ ચૂંટણીમાં લાભ લેવા સિક્સલેન રોડ મંજુર કરી કામ શરૂ કર્યું
ભાવનગરનો સિક્સલેન રોડ ચિત્રા ફુલસર વોર્ડ નં.-1માં આવે છે, જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. તેથી મહનગરપાલિકાની ચૂંટણી પહેલાની બોડીએ ચૂંટણીમાં લાભ લેવા સિક્સલેન રોડ મંજુર કરી કામ શરૂ કર્યું હતું. પરંતુ અણઆવડત વગર શરૂ કરાયું હતું. વિપક્ષના ગત ટર્મમાં નેતા રહેલા અને હાલમાં વિપક્ષમાં રહેલા જયદીપસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે, એક તરફની લાઇનમાં રોડ કરવા ડીપી અકિમને ટીપીમાં રાતોરાત ફિવી એટલે કે પૈસા આપવા પડે નહીં પણ તેવા નિર્ણયથી કેટલાક કોર્ટમાં ગયા છે.