ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનાગરમાં વધુ એક કેસ કોરોના પોઝિટિવ, જિલ્લામાં આંકડો 83 પર પહોંય્યો

કોરોનાની મહામારીમાં ભાવનગરમાં આરોગ્યની ટીમ દ્વારા ચાલતી ચકાસણી દરમિયાન માઢિયા રોડનો યુવક પોઝિટિવ મળી આવ્યો હતો. જેને લઈને આંકડો 83 પર પોહચી ગયો છે. જેને લઇને કુલ આંકડો 55 માંથી ઘટીને 53 પર પહોંચ્યો છે.

ભાવનાગરમાં વધુ આંકડો 83 પર તો બે સ્વસ્થ થતા પોઝિટિવ કેસમાં ઘટાડો
ભાવનાગરમાં વધુ આંકડો 83 પર તો બે સ્વસ્થ થતા પોઝિટિવ કેસમાં ઘટાડો

By

Published : May 7, 2020, 4:01 PM IST

ભાવનગરઃ આરોગ્યની ટીમ દ્વારા ચાલતા ચકાસણી દરમિયાન માઢિયા રોડનો યુવક પોઝિટિવ મળી આવ્યો હતો. જેને લઈને આંકડો 83 પર પહોચી ગયો છે. તો તબીબોને ઘણા દિવસ બાદ સફળતા મળતા બે દર્દી સ્વસ્થ થયા છે. જેથી પોઝિટિવનો આંકડો 55માંથી ઘટીને 53 પર પહોંચ્યો છે.

ભાવનગરમાં વધુ એક પોઝિટિવ રિપોર્ટ આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં કરવામાં આવતી ચકાસણી દરમિયાન સામે આવ્યો છે. માઢિયા રોડ કુંભારવાડા વિસ્તારમાં રહેતા રીયાઝ પઠાણ 22 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંકડો 83 પર પોહચી ગયો છે. રીયાઝ ક્વોરેન્ટાઈન નહોતો પરંતુ વિસ્તાર ચકાસણીમાં આવતા નવા જોડાયેલા માઢીયા રોડ વિસ્તારને લઈને આરોગ્ય વિભાગ મહાનગરપાલિકાના વિસ્તારમાં ચકાસણી કરી રહ્યું હતું.

મનપા દ્વારા વિસ્તારને સીલ કરવામાં આવી રહ્યા છે. સાથે વિસ્તારમાં ઘરે ઘરે ચકાસણી પણ કરવામાં આવી રહી છે. એક કેસ આવ્યા બાદ લાબા સમયથી ભાવનગર સર ટી હોસ્પીટલમાં એક પણ દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યો નહોતો પરંતુ લાબા સમય બાદ ફરી તબીબોને વધેલા આંકડા સામે સફળતા પ્રાપ્ત થઇ છે.

ભાવનગર સર ટી હોસ્પિટલ દ્વારા આજદિન સુધીમાં 23 દર્દીઓને કોરોના મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે લાંબી સફળતા બાદ હવે સર ટી હોસ્પીટલના તબીબે વધુ બે દર્દીને સ્વસ્થ કરતા પોઝિટિવના આંકડામાં ઘટાડો થયો છે.

આજે સવારે આવેલા એક કેસ સાથે પોઝિટિવ આંકડો 55 પર હતો, પરંતુ બે દર્દીને સ્વસ્થ કરવામાં આવતા હવે આંકડો 53 પર પહોયયો છે. એટલે કોરોનાને પરાસ્ત કરવામાં ફરી તબીબોને સફળતા પ્રાપ્ત થઇ છે.

સર ટી હોસ્પિટલ દ્વારા વડવા માઢિયા ફળીના રહેવાસી અને પોઝિટિવ આવતા સારવારમાં રહેનાર સોઈબ રાઠોડ 25 વર્ષીય યુવક સ્વસ્થ થયો છે. સાથે 68 વર્ષીય સતારભાઈ ગંજા કરચલીયા પરા માર્કંડની વાડીના રહેવાસીને પણ સારવાર દરમિયાન સ્વસ્થ કરવામાં આવ્યા છે. બંને દર્દીઓ સ્વસ્થ થતા ભાવનગરની પરીસ્થિતિ કોરોનામાં જોઈએ તો કુલ 83 કેસ છે. જેમા 53 પોઝિટિવ, 5 મૃત્યુ અને સ્વસ્થ 25 લોકો થયા છે. તંત્ર સંપૂર્ણ મેહનત કરી રહ્યું છે કે, ભાવનગર રેડ ઝોનમાંથી નીકળીને ગ્રીન ઝોનમાં આવે, પરંતુ સાથે લોકોનો સહકાર ગ્રીન ઝોનમાં જવા માટે એટલો જ જરૂરી છે. માટે સૌ સહકાર આપી ઘરમાં રહે અને સુરક્ષિત રહે તો જંગ જરૂર જીતી શકાશે તે નિશ્ચિત છે

ABOUT THE AUTHOR

...view details