ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં બે વર્ષ પહેલાના આવાસ તૈયાર નથી ત્યાં અરજીમાં ત્રણ ગણા વધ્યા - ભાવનગર આવાસો

ભાવનગર જિલ્લામાં બે વર્ષ પહેલાં 3159 આવાસો મંજુર થયા હતા, જેમાં 161 બાકી છે. પણ પ્રશ્ન એ છે કે, બે વર્ષમાં નવા આવાસોની દરખાસ્તો થઈ નથી અને સરકારે અરજીઓ મંગાવી તો 9 હજાર કરતા વધુ અરજીઓ સામે આવી છે. વિકાસની વાતો કરતી સરકારમાં ગરીબો વધ્યા કે, પછી ગરીબી તે સવાલ જરૂર ઉભો થાય છે.

bhavnagar
ભાવનગર

By

Published : Sep 23, 2020, 8:41 AM IST

ભાવનગર : જિલ્લામાં સરકારી આવાસો અનેક બની ચુક્યા છે, પણ હજુ આવાસો અનેક સ્થળો પર બે બે વર્ષથી બાકી છે. છેલ્લા એકાદ વર્ષથી નવા કોઈ આવાસો બન્યા નથી. ત્યારે સરકારે જ્યારે ફરી સર્વે કરાવ્યો તો જુના આવાસો સંપૂર્ણ તૈયાર થયા નથી. તેનાથી ત્રણ ગણા આવાસોની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિકાસ ક્યાં ખોવાઈ ગયો તેવા પ્રશ્નો જિલ્લા કક્ષાના ગરીબ લોકો માટે જરૂર ઉભા થાય છે.

ભાવનગરમાં બે વર્ષ પહેલાના આવાસ તૈયાર નથી ત્યાં અરજીમાં ત્રણ ગણા વધ્યા
શહેરની જિલ્લા પંચાયત હેઠળ તાલુકા પંચાયતો નીચે ગામડાઓમાં સરકારી યોજનાઓ લાગુ પડે છે. ત્યારે ઇટીવી ભારત દ્વારા જિલ્લામાં આવાસોની સ્થિતિ જાણવાની કોશિશ કરતા ચોંકાવનારી સ્થિતિઓ સામે આવી છે. માઇક પકડીને ઉલળી ઉલળીને વિકાસની વાતું કરનારા અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનના વિસ્તારના તાલુકા વિશે અમે સર્વે કર્યો હતો. જેમાં શાસક અને વિપક્ષ એકબીજાનો મત મુકતા નજરે પડે છે. પાલીતાણા તાલુકા પંચાયત હેઠળ બે વર્ષ પહેલાંના કામો હજુ સંપૂર્ણ પૂર્ણ નથી થયા. 2017/18 માં મંજુર થયા બાદ નવા આવાસો મંજુર કરવામાં આવ્યા નથી. વિપક્ષે કહ્યું છે કે, માત્ર વહીવટો થાય છે ગરીબોની સાથે કોઈ સરકાર કે તાલુકા પંચાયત નથી. કારણ કે, બે વર્ષથી નવા વિકાસના આવાસો બનાવવા દરખાસ્ત પણ કરવામાં આવી નથી.ભાવનગર તાલુકો કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયાનો ગઢ છે. અહીંયા તાલુકા પંચાયતમાં નગરપાલિકામાં અને ધારાસભ્ય પણ ભાજપના છે. ત્યારે કોંગ્રેસ બે વર્ષથી પણ વધારે સમયથી અહીં વિપક્ષની ભૂમિકા ભજવે છે. કોંગ્રેસ પાસે રહેલી ધારાસભ્યની બેઠક પણ અહીંયા ભાજપ હાલની રાજ્યની ચૂંટણીમાં કબ્જે કરીને બેઠું છે. જૈનતીર્થ નગરીના ગામડાઓમાં ગરીબોનું કોઈ નથી તે ફળીભૂત થાય છે. પાલીતાણામાં 347 પ્રધાનમંત્રી આવાસ મંજુર થયા હતા. જેમાં 305 કામ પૂર્ણ થયા છે તો હજુ 42 કામો લટકી રહ્યા છે. જ્યારે જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ 7 વિધાનસભા બેઠકમાંથી એક માત્ર કોંગ્રેસ પાસે છે. ત્યારે સમગ્ર જિલ્લાના આંકડાની વાત કરીએ તો 3159 આવાસોની મંજૂરી મળી હતી. જેમાં 2998 આવાસો પૂર્ણ થયા છે, જ્યારે 161 આવાસોનું કામ હજુ હાથ પર લેવાયું નથી, તેમજ 2017/18 વર્ષના કામ પણ બાકી છે. ત્યારે સરકારે નવા કામો માટે અરજીઓ મંગાવી હતી. જેમાં 2017/18 ના કામો હતા તેના ત્રણ ગણો આંકડો એટલે 9361 અરજીઓ ગરીબોએ નવા સરકારી આવાસ માટે કરી છે. હવે વિચારો કે, વિકાસ આમાં કોનો થયો ? કેમ આટલી બધી અરજીઓ આવી ? શુ લોકો ગરીબ બની ગયા કે, પહેલાંથી હતા પણ નજર અંદાજ કરવામાં આવ્યા ? આ સવાલોના જવાબ તો સત્તામાં બેસેલા લોકો જ આપી શકે તેમ છે.

ભાવનગર જિલ્લામાં માત્ર એક પાલીતાણા તાલુકાની આ દશા આપણે જોઈ અને જે આંકડો નવી અરજીઓનો આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરીબી વધશે કે, પછી આવાસો વધશે તે જોવાનું રહેશે. કારણ કે, વિકાસ થાય તો ગરીબી રહે નહીં. પરંતુ અહીંયા ભાવનગરમાં ઊલટું છે, વિકાસ એવો થાય છે કે, ગરીબોની સંખ્યામાં વધારો થયો છે. તે અરજીઓ સાબિતી આપે છે.

ABOUT THE AUTHOR

...view details