ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં રેપીડ ટેસ્ટ પોઝિટિવ તો RT- PCR નેગેટિવ : પ્રજા કેવી રીતે કરે વિશ્વાસ - ગુજરાત ન્યૂઝ

ભાવનગરમાં કોવિડ ટેસ્ટને કારણે લોકો ગૂંચવણમાં છે. કારણ કે રેપીડ ટેસ્ટ પોઝિટિવ અને RT- PCR નેગેટિવ આવતો હોય છે. તો ક્યારેક રેપીડ નેગેટિવ અને RT- PCR પોઝિટિવ આવતા હોય છે. પ્રજા ગુંચવણમાં છે અને વિરોધાભાસી બે ટેસ્ટિંગના પરિણામો પ્રજાનો વિશ્વાસ ડગમગાવી રહ્યા છે.

Bhavnagar news
Bhavnagar news

By

Published : Apr 15, 2021, 11:07 AM IST

  • ભાવનગરમાં સામે આવતા કેટલાક કિસ્સાઓએ પ્રજાને ગૂંચવણમાં મૂક્યા
  • રેપીડ ટેસ્ટ અને RT- PCRના પરિણામોમાં વિરોધાભાસ
  • રિપોર્ટના પરિણામ અલગ- અલગ આવતા પ્રજા મુશ્કેલીમાં મૂકાઈ રહી છે

ભાવનગર: શહેરમાં થતા રેપીડ અને RT- PCR રિપોર્ટના પરિણામ અલગ- અલગ આવતા પ્રજા મુશ્કેલીમાં મૂકાઈ રહી છે. એક તરફ દેશમાં ટેસ્ટિંગ વધારવા જોર આપવામાં આવે છે. તો બીજી તરફ ભાવનગરમાં સામે આવતા કેટલાક કિસ્સાઓએ પ્રજાને ગૂંચવણમાં મૂક્યા છે.

ભાવનગર

આ પણ વાંચો :ભાવનગરમાં કોરોનાના નવા 165 પોઝિટિવ કેસ આવ્યા સામે

ભાવનગરમાં રેપીડ ટેસ્ટમાં અને RT- PCRનો વિરોધાભાસ

ભાવનગરમાં 23 સેન્ટર સહિત 44 સ્થળો ઉપર રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટિંગના પ્રથમ પગથિયાંમાં પોઝિટિવ આવતાની સાથે વ્યક્તિ ઘરમાં હોમ આઇસોલેટ થઈ જાય છે. રેપીડ સાથે RT- PCR ટેસ્ટ કરાવતા કેટલાક લોકોને રિપોર્ટ RT- PCRના નેગેટિવ આવતા તેવા વ્યક્તિઓ મૂંઝવણમાં મૂકાયેલા છે. આવા કેટલાક કિસ્સાઓ સામે આવેલા છે. તેવામાં પ્રજાને રેપીડ ટેસ્ટ સાચો કે RT- PCR ટેસ્ટ સાચો તેની ગૂંચવણ ઉભી થઇ છે.

ભાવનગર

આ પણ વાંચો :ભાવનગર માર્કેટિંગ યાર્ડ 16 એપ્રિલથી અચોક્કસ મુદ્દત માટે બંધ

રેપીડ ટેસ્ટ કે RT- PCRના વિરોધાભાસમાં તંત્રનો જવાબ શું ?

ભાવનગર શહેરમાં રેપીડ ટેસ્ટ બાદ કરવામાં આવતા RT- PCR રિપોર્ટ અને બન્ને ટેસ્ટમાં પરિણામ વિરોધાભાસી આવતા ગૂંચવાયેલી વ્યક્તિઓને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. એક તરફ વધતા કેસને પગલે વ્યક્તિઓ રિપોર્ટ કરાવવા જતા ડરે છે. કારણ કે સંક્રમણ હોઈ નહિ અને ક્યાંક લાગી ન જાય તેવો ડર સતાવે છે. એવામાં વિરોધાભાસી પરિણામમાં આરોગ્ય અધિકારી મહાનગરપાલિકાના આર. કે. સિન્હાના મત મુજબ RT- PCRના રિપોર્ટ સમયે પ્રક્રિયામાં થયેલી ભૂલ સેમ્પલ લેવા અથવા મોકલવાના સમયે થઈ હોય તેવું બની શકે છે.

ભાવનગર મનપા

ABOUT THE AUTHOR

...view details