- ભાવનગર જિલ્લામાં રવિપાકનું બમણું વાવેતર
- 9000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે.
- 5800 હેક્ટરમાં ચણાનું વાવેતર
- બાજરી, જુવાર, મકાઈ,અડદ, મગ, ડુંગળી વગરે પાકનું પણ સારા પ્રમાણમાં વાવેતર
ભાવનગર: આ વર્ષે જીલ્લામાં રવિપાકનું ગત વર્ષની સરખામણીએ સવાયું વાવતેર થવા પામ્યું છે. ગત ચોમાસામાં ભારે વરસાદ અને કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું હતું. પરંતુ સારા વરસાદના કારણે જમીનમાં પાણીના તળ પણ ઉંચા આવ્યા હતા જેને લીધે ખેતરો અને વાડીઓ ફરી ધમધમતી થઇ છે. અનેક ખેડૂતોએ અગાઉથી જ શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે જ્યારે અનેક ખેડૂતોએ શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ વધતા હવે ઘઉં, ચણા, જુવાર, બાજરી, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે.
ગત વર્ષ કરતા આ વર્ષે રવિપાકનું 15 થી 20 ટકા વધુ વાવેતર
આ વર્ષે ખેડૂતોને રવિપાકનું વાવેતર ફાયદાકારક બનવા જઈ રહ્યું છે. ખેડૂતોગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પૂરતું ઉત્પાદન લઇ શક્યા ન હતા. પરંતુ સારા વરસાદનો લાભ હવે ખેડૂતો રવિપાકમાં લઇ રહ્યા છે. હાલ જમીનમાં પાણીના તળ ઉંચા આવી જતા મોટાભાગના ખેતરો અને વાડીઓના કૂવા અને બોરીન્ગમાં ભરપુર પાણી જોવા મળી રહ્યું છે. અનેક ખેડૂતોએ અગાઉથી જ રવિપાકનું વાવેતર કરી દીધું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 15 થી 20 ટકા વધુ વાવેતર જોવા મળી રહ્યું છે.