- ભાવનગરમાં કોરોના કેસનો આંકડો 40 થી ઘટીને 20
- આંકડા પાછળનું કારણ રેપીડ ટેસ્ટ અને આત્મનિર્ભરતા
- શહેરમાં આજદિન સુધી 4653 કેસો નોંધાયા
ભાવનગર : શહેરમાં કોરોનાનો આંકડો 40 થી ઘટીને 20 પર આવી ગયો છે. ત્યારે લોકોમાં પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે, કોરોનાનો આંકડો ઘટ્યો છે કે, પછી હકીકતમાં કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે. ઘટી ગયેલા આંકડા પાછળ એવું પણ બની શકે કે, તંત્ર દ્વારા કરવામાં આવતા રેપીડ ટેસ્ટ અને લોકોનું આત્મનિર્ભર બનવાનું પણ કારણ હોઈ શકે છે. ભાવનગરમાં પણ કોરોનાનો સ્વસ્થ થવાનો આંકડો સારો છે. ત્યારે આગામી દિવસોમા કોરોના સંપૂર્ણ જતો રહે તો પણ નવાઈ નહિ. શહેરમાં 5000 થી 347 કેસ આંકડો દૂર છે. ત્યારે ભાવનગરમાં હાલ કેસો સરકારના ચોપડે ઘટી ગયા છે. ભાવનગરમાં કોરોના કેસો દિવસની એવરેજમાં ઘટી રહ્યા છે. શહેરમાં દિવસના રોજ 10 થી 20 કેસો આવી રહ્યા છે.
કોરોનાના કેસો વધવાને બદલે ઘટી રહ્યા
ભાવનગર શહેરમાં અનલોક હોવા છતાં કેસોની સંખ્યા વધવાને બદલે ઘટી રહી છે. કોરોનાના કેસો દિવસમાં 10 ઓછામાં ઓછા છેલ્લાં ઘણા દિવસોથી આવી રહ્યા છે. 10 થી લઈને 20 સુધી તો ક્યારેક 20ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી જાય છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો હતો. પણ હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી આવી રહ્યી છે. 22 ઓક્ટોમ્બરના દિવસે 21 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા. શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે.