ભાવનગર : જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પાકિસ્તાને કરેલા કૃત્યને પગલે ઘોઘાગેટ ચોકમાં વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાને જે રીતે પોતાના નકશામાં જૂનાગઢ સહિત ભારતના કેટલાક વિસ્તારોને પોતાના નક્શમાં દર્શાવ્યા છે તેનો રોષ પ્રગટ કર્યો હતો.
ભાવનગરમાં પાકિસ્તાનના નકશા બાબતે AAPનો વિરોધ - ભાવનગરના સમાચાર
પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા પાકિસ્તાના નકશામાં ભારતના માણાવદર અને કાશ્મીર સાથે ગુજરાતના જૂનાગઢ અને કચ્છના સરહદી પ્રદેશને પાકિસ્તાનનો હિસ્સો બતાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો રોષે ભરાયા હતા.પાર્ટી દ્વારા ભાવનદરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
![ભાવનગરમાં પાકિસ્તાનના નકશા બાબતે AAPનો વિરોધ ભાવનગરમાં પાકિસ્તાનના નકશા બાબતે AAPનો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8333770-1051-8333770-1596808342687.jpg)
ભાવનગરમાં પાકિસ્તાનના નકશા બાબતે AAPનો વિરોધ
નેપાળની જેમ પાકિસ્તાન પણ ભારત વિરુદ્ધ એક નવી ચાલ ચાલી રહ્યું છે. 2 દિવસ પહેલા પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપી છે. પાકિસ્તાને તેના નવા નકશામાં જૂનાગઢ અને માણાવદરને દર્શાવવામાં આવ્યાં હતા.