ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં એક દિવસમાં 6 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા - bhavnagar news

કોરોનાની મહામારીમાં ભાવનગરમાં દિવસે-દિવસે કોરોનાનો કેસ વધી રહ્યાં છે. બે દિવસ વીતતાની સાથે હોમ ક્વોરેન્ટાઇન કરેલા 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 5 મોત, 29 પોઝિટિવ અને 22 લોકોની તબિયતમાં સુધારો થયો છે.

ભાવનગરમાં એક દિવસમાં 6 કેસ સામે આવ્યા, તત્ર હચમચ્યું
ભાવનગરમાં એક દિવસમાં 6 કેસ સામે આવ્યા, તત્ર હચમચ્યું

By

Published : May 2, 2020, 3:04 PM IST

ભાવનગરઃ બે દિવસ પહેલા કેસ આવ્યા બાદ બે દિવસ વીતતાની સાથે હોમ ક્વોરેન્ટાઇન કરેલા 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને પગલે સ્વસ્થ થવાની ટકાવારી પાછળ ધકેલાઈ છે અને કોરોના હવે અબતક 56 પર પહોંચ્યો છે. જેમાં 22ની તબીયતમાં સુધારો થયો છે.અને 5 લોકોના મૃત્યુ થયા છે.

ભાવનગરમાં કોરોનાને પગલે કેસમાં ધીરે ધીરે વધારો થતો જાય છે. સરકાર દ્વારા ભાવનગરને રેડ ઝોનમાં મૂક્યું છે, ત્યારે ભાવનગરમાં એક દિવસમાં આવેલા 6 કેસ બાદ તંત્ર એલર્ટ થઇ ગયું છે.

ભાવનગરમાં એક તરફ કોરોનાના કેસો સામે આવે છે. તો બીજી બાજુ સ્વસ્થ થવાના કેસ પણ વધી રહ્યા છે. પણ છેલ્લા બે દિવસથી કોરોના કેસનો આંકડો વધતા કોરોના હવે તંત્ર પર ભારે પડી રહ્યો હોઈ તેમ લાગે છે.

પોઝિટિવ કેસની સંખ્યા સામે સ્વસ્થ થવાની સંખ્યા 50 ટકા કરતા વધુ હતી પણ હવે કોરોનાની સંખ્યા વધી ગઈ છે. સર ટી હોસ્પીટલની શ્રેષ્ઠ કામગીરી તેની પાછળ જવાબદાર માનવામાં આવી રહી છે.

ભાવનગર મનપા કમિશ્નર એમ.એ ગાંધી ,કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ,આઈજી અશોક યાદવ અને DSP જયપાલસિંહ રાઠોર તેમજ DYSP મનીષ ઠાકર આમ અધિકારીઓની ટીમ અને સંકલનમાં કામ કરવાની નીતિએ લોકડાઉનનું પાલન અને દર્દીઓની તાતકાલીક સારવાર શક્ય બની છે. હાલ આવી રહેલા પોઝિટિવ દર્દીઓ ક્વોરોન્ટાઈલ થયેલા છે.

2મેં ના રોજ 6 કેસ સામે આવ્યા છે. ભાવનગરના ક્વોરોન્ટાઈલ કરેલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ભાવનગરના ફેમીદાબેન કુરેશી 48 વર્ષીય કાઝીવાડના ગજ્જરના ખાંચામાં રહે છે. તો ભાવનગરમાં વધુ પાંચ કેસથી તંત્ર હચમચ્યું છે.

આમ ભાવનગરમાં એક દિવસમાં આવેલા 6 કેસને પગલે કુલ આંકડો 56 પર પહોંચ્યો છે. જેમાં 5 મોત, 29 પોઝિટિવ અને સ્વસ્થ 22 થયા છે, ત્યારે ક્વોરોંટાઇલ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખાસ ટીમ દ્વારા હોમ ક્વોરોંટાઇલ વ્યક્તિઓને આરોગ્યની ટીમે દર્દીઓને હોસ્પિટલમાં આઇસોલેશનમાં ખસેડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details